News of Tuesday, 22nd September 2026
મારી કથામાં કોઇ ‘‘ચાર્જ ''નથી તમે કથામાં ‘‘રિચાર્જ'' થવા આવો : પૂ. મોરારીબાપુ
અગ્રવન-આગ્રાની ભૂમિ ઉપર ‘‘માનસ રૂષિ પંચમી''નો આજે આઠમો દિવસ

રાજકોટ, તા., ૨૨ : અગ્રવન (આગ્રા)ની ભુમી પર પ્રવાહીત થતી રામકથા (માનસ ઋષિ પંચમીના સાતમા દિવસે ગઇકાલે કથાનો પરમ પ્રેમમય સંવાદને આગળ ધપાવતા કહયું કે મને ઘણા લોકો પાસેથી જાણવા મળે છે એટલે હુ જ સ્પષ્ટતા કરી દઉ કે કથામાં આગળ બેસવા માટે પાંચ હજાર રૂપીયા ચાર્જ લેવાય છે. મેં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા માટે કોઇને પણ નિમ્યા નથી. મારી કથામાં શ્રવણ માટે, પ્રસાદ માટે આગળ પાછળ બેસવા માટે કોઇ પણ ચાર્જ નથી. તમે કથામાં રિચાર્જ થવા આવો તમારી પાસે કોઇ પણ પૈસા માંગે તો આપશો નહી. એ લોકો સ્વયં પોતાની રીતે બનેલા સ્વયંસેવક છે. મેં કયારેય કોઇ પણ લોકોને નિયુકત કર્યા નથી. એટલુ જ નહી આ મારા બાળકો (સંગીત વૃંદના કલાકારો) કલાકારોને પણ નિયુકત નથી કર્યા. આ સૌ કથાની સેવામાં સહજ જોડાયા છે.
મારી કથામાં કયારેય કોઇ પણ ચાર્જ લેવામાં આવતો નથી. ઘણા લોકોને કથા નથી મળતી કોની ત્યારે કેટલાક લોકો એને અવુ કહે છે કે આટલા પૈસા આપો તો તમને કથા મળી જાય. ત્રણ-ચાર વર્ષ સુધી કથા નથી મળતી તો આવો પ્રચાર થતો રહે છે.
પૂ.મોરારીબાપુએ કહયુ કે એક યુવકે પત્ર લખ્યો છે કે, બાપુ, હું આપની કથાનો ફોલોવર છુ. મારે લગ્ન કરવા છે. મારી ઓફિસમાં એક યુવતી છે એમની સાથે પ્રેમ છે પણ વડીલો કહે છે કે કુંડળી નથી મળતી તો શું કરવુ બાપુ? જવાબઃ હવે એમાં તો હું શુ કહુ? મન-マદય મળી ગયા છે તો પછી કુંડળીનું શું? જયોતિષ વિદ્યા છે. પણ કુંડળી વગેરેમાં મારી રૂચિ નથી તો યુવાનને એટલુ જ કહેવાનુ કે તું જ નિર્ણય કરજે.
મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦,
મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
