તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 23rd September 2026
ભારતને વિકાસ કરતાં રોકવાની વાત નહીં; અમેરિકન અધિકારીના જૂના નિવેદનને ખોટો અર્થ અપાયો
અમેરિકા બે દાયકા પહેલાં ચીનને આપેલા એકતરફી બજારલાભ જેવી ભૂલ ભારત સાથે નહીં દોહરાવે અને કોઈપણ વેપાર સમજૂતીમાં અમેરિકાના હિતોને પ્રાથમિકતા અપાશે.

નવી દિલ્હી : અમેરિકાના વિદેશમંત્રીએ ભારતને અમેરિકાની સ્પર્ધા કરી શકે એટલું વિકસવા નહીં દેવાનું કહ્યું હોવાનો દાવો સાચો નથી. આ નિવેદન અમેરિકાના વિદેશમંત્રીનું નહીં, પરંતુ નાયબ વિદેશમંત્રી ક્રિસ્ટોફર લેન્ડાઉનું હતું અને તેમણે માર્ચ, ૨૦૨૬માં રાયસીના સંવાદ દરમિયાન આર્થિક સંબંધોના સંદર્ભમાં વાત કરી હતી. લેન્ડાઉએ કહ્યું હતું કે અમેરિકા બે દાયકા પહેલાં ચીનને આપેલા એકતરફી બજારલાભ જેવી ભૂલ ભારત સાથે નહીં દોહરાવે અને કોઈપણ વેપાર સમજૂતીમાં અમેરિકાના હિતોને પ્રાથમિકતા અપાશે. તેમણે ભારતના સર્વાંગી વિકાસને રોકવાની જાહેરાત કરી નહોતી. સાથે જ ભારતને મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવી ઊર્જા અને વેપાર ક્ષેત્રે સહયોગ વધારવાની તૈયારી દર્શાવી હતી.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
