News of Saturday, 16th May 2026
વિદેશ યાત્રા પર કોઈ પ્રતિબંધ કે ટેક્સ લાદવાનો કોઈ પ્રશ્ન જ નથી
પ્રધાનમંત્રી મોદીએ મીડિયામાં આવેલા અહેવાલોનું ખંડન કર્યુ

નવી દિલ્હી,તા.૧૬: પ્રધાનમંત્રી મોદીએ મીડિયામાં આવેલા આ અહેવાલોનું ખંડન કર્યુ જેમા દાવો કરાયો હતો કે સરકાર વિદેશ યાત્રા કરનારા પર સેસ કે વધારાનો ટેક્સ લગાવવાનો વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રીએ શુક્રવારે રાત્રે આ અહેવાલોના ફૈક્ટ ચેક કરતા સંબંધિત સ્ક્રીનશોટ શેર કર્યા અને તેને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે સરકાર દ્વારા આવી કોઈ યોજના વિચારણા હેઠળ નથી અને આવા અહેવાલો ભ્રામક છે.
પ્રધાનમંત્રી મોદીએ આ અહેવાલોનું ખંડન કર્યું જ્યારે તે વિદેશયાત્રા પર ભારતની બહાર ગયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અહેવાલોને સ્પષ્ટપણે ફગાવી દીધા, લખ્યું કે તે સંપૂર્ણપણે ખોટા છે અને વિદેશ યાત્રા પર આવા કોઈ પ્રતિબંધ કે ટેક્સ લાદવાનો કોઈ પ્રશ્ન જ નથી.
પ્રધાનમંત્રીએ વધુમાં તેમના સંદેશમાં આગળ કહ્યુ કે સરકારનું ધ્યાન હંમેશા સામાન્ય માણસ માટે જીવન સરળ બનાવવા પર રહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમની સરકાર લોકો પર વધારાનો બોજ નાખવા માટે નહીં, પણ વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે સતત કામ કરી રહી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
