હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પવિત્ર યુદ્ધ જેવું કશું નથીઃ માત્ર શાંતિ જ પવિત્ર છે : પોપ લીયો ૧૪મા
પશ્ચિમ એશિયા અને યુરોપમાં સંઘર્ષો વધતાં નામદાર પોપે ક્રૂઝેડસ કે જેહાદ અંગે પોતાની હૃદય વ્યથા ઠાલવી : પોપે વિશ્વને શાંતિ માટે તૈયારી કરવા હાકલ કરીઃ ધર્મના નામે યુદ્ધ કરવું એ ધર્મ પર જ આક્રમણ કરવા સમાન છે

રોમ તા.૩૦: પવિત્ર યુદ્ધ જેવું કશું નથી, પવિત્ર માત્ર શાંતિ છે. વિશ્વ જોગ, આ સંદેશો આપતાં નામદાર પોપ લીયો ૧૪ મા એ કહ્યું કે અત્યારે દરેકે શાંતિ માટે તૈયારી કરવી જોઇએ. યુદ્ધ માટે નહીં. યુરોપ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષો વધતા જતાં તેઓએ કહ્યું યુદ્ધ કદી ઇશ્વરના નામે થઇ શકે જ નહીં, કે ધર્મના નામે પણ થઇ શકે નહીં. ધર્મનાં નામે યુદ્ધ કરવામાં આવે તો તે ધર્મ ઉપર જ આક્રમણ કરવા બરોબર છે. (મેગ્નિફિક) હ્યુમેનિતાસ ૨૨૩ તેઓએ પોતાનાં કથનની પુષ્ટિમાં ટાંક્યું હતું. સાથે કહ્યું કે પવિત્ર યુદ્ધ જેવું કશું છે જ નહીં પવિત્ર માત્ર શાંતિ જ છે.
અનઆર્મઝ એન્ડ ડીસાર્લિંગ પીસ નામક પરિસંવાદમાં આપેલાં પ્રવચનમાં નામદારે આ પ્રકારનો વિશ્વજોગ સંદેશો પાઠવ્યો હતો.
આ દરમિયાન તેઓએ ઓક્ટો. ૨૭ ૧૯૮૬ના દિને સેન્ટ જ્હોન પોલ સેકન્ડે શરૂ કરેલા વર્લ્ડ ડે ઓફ પ્રેયર ફોર પીસની યાદ આપી હતી. જેમાં તેઓએ સાચા ધાર્મિક વલણ અને શાંતિની તીવ્ર મનોકામના વચ્ચેનાં અતૂત બંધનની વાત કરી હતી.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનાં ધર્મપત્ની મેલાનિયા ટ્રમ્પે ૨૭ ઓક્ટોબરના દિને યુદ્ધ વિરામ જાહેર કરવાની વાત કહી. તેના બે દિવસ પૂર્વે જ યુક્રેનનાં ડ્રોને મોસ્કો ઉપર આક્રમણ કર્યું હતું તે દરમિયાન રશિયન એર ડીફેન્સ સીસ્ટીમે ૩૦ જેટલાં અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ (યુએવી) તોડી પાડયાં હતાં.
બીજી તરફ એવા પણ અહેવાલો મળ્યા છે કે અમેરિકા ઇરાન ઉપર ફરી હુમલા કરવાની પૂરી તૈયારીઓ કરી રહ્યું છે. પરંતુ ૩ નવે.ના દિવસે યોજાનારાં મિડ-ટર્મ પોલ્સ સુધી મોકૂફ રકાયાં છે. તેમ છતાં કદાચ વચ્ચેથી જ અમેરિકા હુમલા શરૂ કરે તેવી આશંકા પ્રવર્તે છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી હેગસેશે એક ટોચના સેના અધિકારીને રૂખસદ આપી દીધી છે. (જેઓ તે હુમલાની વિરૂદ્ધમાં હોવાનું કહેવાય છે) આ સંયોગોમાં નામદાર પોપનો આ શાંતિ સંદેશો અમૂલ્ય છે. પરંતુ તેને કોઈ અનુસરશે કે કેમ તે શંકાસ્પદ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
