News of Monday, 21st September 2026
૨૮થી ૩૦ સપ્ટેમ્બર રહેશે બેંક હડતાળઃ ૫ દિવસ કામકાજ ઠપ્પ
પ્રસ્તાવિત હડતાળ ગ્રાહકો પર નોંધપાત્ર અસર કરી શકે છેઃ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર સપ્તાહના અંતે આવે છે. ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ સુધી સામાન્ય શાખા કામગીરી પ્રભાવિત થઈ શકે છે : નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs), પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), ભારતીય બેંકો સંગઠન (IBA) અને નાબાર્ડના મુખ્ય અધિકારીઓની બેઠક બોલાવી

નવી દિલ્હી તા.૨૧: નાણા મંત્રાલયે સોમવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs), પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), ભારતીય બેંકો સંગઠન (IBA) અને નાબાર્ડના મુખ્ય અધિકારીઓની બેઠક બોલાવી છે જેથી ૨૮ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ પહેલા તૈયારીઓ અને આકસ્મિક યોજનાઓની સમીક્ષા કરી શકાય.
નાણાકીય સેવાઓ વિભાગ (DFS) ના સચિવની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મુખ્યત્વે હડતાળ દરમિયાન બેંકિગ સેવાઓની સાતત્યતા અને ગ્રાહકોને આવશ્યક સેવાઓની ઉપલબ્ધતા સુનિヘતિ કરવાના પગલાંની ચર્ચા થવાની અપેક્ષા છે
આ હડતાળનું એલાન સાત બેંક કર્મચારી અને અધિકારી યુનિયનોના સંયુક્ત સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે.
યુનિયનોએ અનેક માંગણીઓ ઉઠાવી છે, જેમાં પાંચ દિવસના બેંકિગ સપ્તાહનો અમલ એક મુખ્ય મુદ્દો બનીને ઉભરી આવ્યો છે. UFBU એ અગાઉ ૧૧ સપ્ટેમ્બરે આ જ માંગણી માટે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કર્યું હતું.
અગાઉની હડતાળના કારણે દેશના ઘણા ભાગોમાં બેંક શાખાઓમાં કાઉન્ટર સેવાઓ, રોકડ વ્યવહારો અને ચેક ક્લિયરન્સ પર અસર પડી હતી.
મુંબઈમાં બેંકિગ કામગીરી મોટાભાગે સામાન્ય રહી હતી, પરંતુ મધ્યપ્રદેશ, ગોવા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પヘમિ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિક્ષેપો નોંધાયા હતા. ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં તેની અસર અનુભવાઈ હતી.
પાંચ દિવસના કાર્ય સપ્તાહ ઉપરાંત, યુનિયનો પેન્શન લાભોમાં સુધારો, પેન્શનરો માટે સમાન મોંઘવારી ભથ્થું (DA) ફોર્મ્યુલા લાગુ કરવા અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) દ્વારા આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનામાં સ્વિચ કરવાનો વિકલ્પ માંગી રહ્યા છે. UFBU દેશના લગભગ ૯૦ ટકા બેંકિગ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે.
પ્રસ્તાવિત હડતાળ ગ્રાહકો પર નોંધપાત્ર અસર કરી શકે છે, કારણ કે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર સપ્તાહના અંતે આવે છે. ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ સુધી સામાન્ય શાખા કામગીરી પ્રભાવિત થઈ શકે છે. આનાથી ચેક પ્રોસેસિગ, રોકડ વ્યવહારો અને અન્ય શાખા-આધારિત સેવાઓ અંગે ચિતા વધી છે.
યુનિયનોએ ૨૬ ઓગસ્ટના રોજ હડતાળની સૂચના સુપરત કરી હતી. આ પછી, યુનિયનના પ્રતિનિધિઓ, IBA અને સરકારી અધિકારીઓને સામેલ કરીને સમાધાન બેઠકો યોજાઈ હતી. જોકે, પાંચ દિવસના બેંકિગ સપ્તાહની માંગણીનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં વાટાઘાટો નિષ્ફળ ગઈ.
જો તમારે કોઈ મહત્વપૂર્ણ બેંકનું કામ પૂર્ણ કરવા માટે બ્રાન્ચમાં જવાની જરૂર હોય, તો તેને મુલતવી રાખવું મોંઘુ સાબિત થઈ શકે છે. કારણ કે SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)એ ૨૮થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પ્રસ્તાવિત દેશવ્યાપી બેંક હડતાળ અંગે ગ્રાહકોને એક માહિતી આપી છે. બેંકે સલાહ આપી છે કે બ્રાન્ચ અથવા બેંક કર્મચારીઓની સહાયની જરૂર હોય તેવા કોઈપણ કાર્ય હડતાળ પહેલાં પૂર્ણ કરવા જોઈએ.
હકીકતમાં, UFBU (યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ)એ ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, શ્જ્ગ્શ્એ ૧૧ સપ્ટેમ્બરના રોજ એક દિવસની દેશવ્યાપી હડતાળનું પણ એલાન કર્યું હતું. યુનિયન ફોરમે ૨૬ ઓક્ટોબરથી સતત હડતાળનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેથી, ગ્રાહકોને આગામી દિવસોમાં બેંકિગ સેવાઓમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
SBI સલાહ ખાસ કરીને એવા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે, જેમનું બેંકિગ કાર્ય ઓનલાઈન પૂર્ણ થઈ શકતું નથી. દસ્તાવેજો સબમિટ કરવા, ચેક-સંબંધિત ચોક્કસ પ્રક્રિયાઓ કરવા અથવા અન્ય કર્મચારી-સહાયિત કાર્યો કરવા માટે તમારે બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર પડી શકે છે. હડતાળ દરમિયાન કર્મચારીઓની ભાગીદારીના આધારે, સામાન્ય બ્રાન્ચ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. તેથી, આવા કાર્યો અગાઉથી પૂર્ણ કરવા સારા રહેશે.
જો કે, SBIએ જણાવ્યું છે કે હડતાળ દરમિયાન આવશ્યક બેંકિગ સેવાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. આનો અર્થ એ નથી કે બધી બેંકિગ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે, શાખા-આધારિત સેવાઓમાં વિલંબ અથવા વિક્ષેપની શક્યતા હોઈ શકે છે.
જો હડતાળ દરમિયાન રોકડની જરૂર હોય, તો ગ્રાહકો ATM અને ADWM (ઓટોમેટેડ ડિપોઝિટ અને ઉપાડ મશીનો)નો ઉપયોગ કરી શકે છે. વધુમાં, CSP (ગ્રાહક સેવા બિંદુઓ)નો ઉપયોગ અન્ય ઉપલબ્ધ સેવાઓ માટે કરી શકાય છે. દૈનિક ડિજિટલ બેંકિગ કાર્યો માટે, SBI ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિગ, YONO, મોબાઇલ બેંકિગ અને UPiે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ સેવાઓ બ્રાન્ચની મુલાકાત લીધા વિના નાણાં ટ્રાન્સફર, ચુકવણી અને અન્ય સામાન્ય વ્યવહારો માટે પરવાનગી આપે છે.
આ હડતાળનો સમય ગ્રાહકો માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર વીકેંડ છે. ત્યારબાદ ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે પ્રસ્તાવિત હડતાળ છે. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ સુધી સામાન્ય સપ્તાહના દિવસે બ્રાન્ચમાં પ્રવેશ ઉપલબ્ધ નહીં હોય. તેથી, બ્રાન્ચ સંબંધિત કામ ધરાવતા ગ્રાહકોને ૨૬ સપ્ટેમ્બર પહેલાં તે પૂર્ણ કરવાનું વધુ અનુકૂળ લાગશે.
આ સમાચારનું સૌથી મહત્વનું પાસું એ છે કે SBI ગ્રાહકોને હડતાળ વિશે માત્ર જાણ જ નથી કરી રહી, પરંતુ તેમને અગાઉથી નક્કી કરવાની તક પણ આપી રહી છે કે બ્રાન્ચમાં કયા કાર્યો પૂર્ણ કરવાની જરૂર છે અને કયા કાર્યો ATM, CSP અથવા ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરીને પૂર્ણ કરી શકાય છે
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
