તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
GST રજિસ્ટ્રેશનમાં ઓટીપી ફરજિયાત થઈ જતાં ફેરફારને અવકાશ રહેશે નહીં
ત્રણ દિવસમાં ઓટીપી વેરિફિકેશન નહીં થાય તો એઆરએન બનશે નહીં

મુંબઇ, તા. પ : જીએસટી રજિસ્ટ્રેશનમાં કોઈ પણ પ્રકારના સુધારા-વધારા કરવા માટે હવે ઓટીપી ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. આ માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે એક નવેમ્બરથી જીએસટી પોર્ટલ પર તેનો અમલ કરી દેવામાં આવ્યો છે. જેથી અરજદાર દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનમાં સુધારા કરવા માટે અરજી કરે એટલે ત્રણ દિવસમાં જ ઓટીપી વેરિફિકેશન પૂરું કરી દેવાનું રહેશે. જો તે ત્રણ દિવસમાં પૂરું કરવામાં નહીં આવે તો એઆરએન નંબર જ બનશે નહીં.
ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટીએન) દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનમાં સુધારા કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં મુખ્ય વ્યવસાયના સ્થળમાં ફેરફાર કરવામાટેની અરજીની તપાસ અગાઉની જેમ જ નિયમ ૧૯ મુજબ સંબંધિત અધિકારી દ્વારા ચાલુ રહેશે. વેપારનું નામ, પાર્ટનર્સ કે ડિરેક્ટર્સનો ઉમેરો કે નિવળત્તિ, અને વધારાના વ્યવસાય સ્થળ જેવા ફેરફારો માટે સબમિશન અને ઓનલાઈન વેરિફિકેશન થતાં જ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સુધારો માન્ય ગણવામાં આવશે.
પ્રાઈમરી ઓથોરાઈઝ્ડ સિગ્નેટરી તેમજ સંબંધિત પ્રમોટર, પાર્ટનર અથવા ડિરેક્ટરના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસનું ઓનલાઈન ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અરજી સબમિટ કર્યાના ૩ દિવસની અંદર આ ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્રણ દિવસમાં વેરિફિકેશન નહીં થાય તો અરજીનો સંદર્ભ નંબર (એઆરએન) જનરેટ થશે નહીં. કેટલીક બાબતોમાં પાન નંબર, ડીન. સીઆઈએન સહિતની વિગતોનું ઓનલાઈન જ વેરિફિકેશન કરી દેવામાં આવ્યા બાદ જ એઆરએન નંબર આપવામાં આવશે.
તમામ જરૂરી ઓનલાઈન વેરિફિકેશન અને તપાસ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી કરદાતા પોર્ટલ પરથી સુધારેલું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવી શકશે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
