તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
આ ઘોસ્ટ નથી, પેરિસ ફેશન વીકની મોડલ્સ છે
કેટલીક મોડલ્સના ચહેરાને તો જાણે હેલોવીનની કોમ્પિટિશન હોય એમ સફેદ રંગ કરવામાં આવ્યો હતો

પેરિસ,તા.૧: પેરિસના ફેશન વીકમાં આજકલ ૨૦૨૭નું સમર/સ્પ્રિન્ગ કલેક્શન રજૂ થઈ રહ્યું છે. આમેય ફેશન વીકમાં રજૂ થાય એ ગાર્મેન્ટ્સ કંઈ પહેરી શકાય એવાં નથી હોતાં, પરંતુ આ વખતે પેરિસના બે ફેશન-ડિઝાઇનરોએ રજૂ કરેલા એક સેગ્મેન્ટમાં તો જે રજૂઆત થઈ એ ફેશન નહીં, ડિઝેસ્ટર વધુ લાગતું હતું. ટ્રેડિશનલ અને કલ્ચરલ રેફરન્સ માટે ફેશન-ડિઝાઇનરોએ સિદૂર અને સાડી જેવાં ગાઉનનો ઉપયોગ કર્યો છે, પરંતુ સિદૂર જે માત્રામાં વાપરવામાં આવ્યું હતું એ ડરામણું હતું. કેટલીક મોડલ્સના ચહેરાને તો જાણે હેલોવીનની કોમ્પિટિશન હોય એમ સફેદ રંગ કરવામાં આવ્યો હતો. સફેદ રંગની ઉપર લાલ અથવા બ્લેક રંગના હોઠ અને માથે લાંબો લાલચટક સેંથો પૂર્યો હોય એ ડેડ્લી કોમ્બિનેશન જ કહેવાયને? જોકે ડિઝાઇનરોનું કહેવું છે કે આ લુક માટે તેમણે બહુ મહેનત કરીને શ્રીલંકન, ગુએનીઝ અને ઇન્ડિયન કલ્ચરની છાંટનું કોમ્બિનેશન કર્યું છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
