<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

બીજાનું શુભ, કલ્‍યાણ, મંગલ વિચારવુ એ પણ ભજન જ છેઃ પૂ.મોરારીબાપુ

‘ભારત સ્‍વસ્‍તિક યાત્રા સોપાન-ર' શ્રી રામકથાનું શ્રી રણછોડરાય ભગવાનનની પાવન ભુમિમાં ગાન

રાજકોટ, તા. ૧૭: ‘ભારત સ્‍વસ્‍તિક યાત્રા' (સોપાન-ર) ગઇકાલે રણછોડરાયની પરમ પાવન ભૂમિ ડાકોરમાં પ્રવેશી હતી. ઓમ પાર્ટી પ્‍લોટ (વિંઝોલ-ડાકોર)ની ભૂમિ પરથી રાકથાના સ્‍નેહલ સંવાદને આગળ ધપાવતા પરમ પ્રિય પરમ સાધુબાપુએ કહયું હતું કે- દ્વારિકાનાથ-રણછોડરાયની આ ભૂમિ પર મારા ઘણા સ્‍મરણો છે. ‘સ્‍વસ્‍તિક' ને કેન્‍દ્રમાં રાખીને આજે ડાકોરની ભૂમિ પર આવ્‍યા છીએ ત્‍યારે આ ડાકોરનો સ્‍વસ્‍તિક એ ચાર ચરિત્રનો સ્‍વસ્‍તિક દેખાય છે. પ્રથમ ભકત બોડાણ ચરિત્ર, ક્ષત્રિયકુળ હતું અને દ્વારિકાનાથનું સ્‍મરણ ભકિત અતુટ-અનુપમ હતી. એને દ્વારિકા દર્શન કરવાની ઇચ્‍છા થઇ, યાત્રા પર નીકળે છે, પણ અવસ્‍થા થઇ છે અને દ્વારિકા પહોંચાશે કે નહી ? એ મુંઝવણ છે. બોડાણો ગાડું લઇને નીકળ્‍યો છે ત્‍યારે દ્વારીકાનાથ આવીને એનું ગાડું હંકારે છે, બાપ, માત્ર બોડાણનું જ નહી૦ પણ આપણા ગાડા પણ હરિજ હંકારે છે.

બીજુ ચરિત્રઃ સંતપુનિત મહારાજનું એણે ખુબ મોટી સેવા કરી છે. અહીં પણ એનો આશ્રમ છે. પુનિત પરંપરાએ ખુબ મોટુ કાર્ય કર્યુ છે.

પૂ. પુનિત મહારાજક દ્વારા ઘણી પ૧ રચનાઓ અને આરતીઓનું સર્જન થયું છે. એમાંની એક આરતી વર્ષોથી જનજનના હૈયે છે, વિશ્વ પ્રસિધ્‍ધ છે... ‘જય કાના કાળા પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલી વાળા..' એ જ પરંપરામાં પુનિત મહારાજના બે શિષ્‍યો રામભગત અને શામભગત હતા. મેં પોતે રામ ભગવતને સાંભળ્‍યા છે, એ મહુવા આવતા વ્‍યાખ્‍યાનો, કિર્તનો અને કથા કહેતા, તમારો મોરારીબાપુ સૌની વચ્‍ચે ત્રીજી-ચોથી હરોળમાં બેસતો અને રામભગતને સાંભળતો. ત્રીજું ચરિત્રઃ મનસુખરામ માસ્‍તરનું ચરિત્ર એ પણ મેં રામ ભગતના મુખેથી સાંભળેલું. પ્રિય બાપુએ મનસુખરામ માસ્‍તરનું ચરિત્ર, એના પ્રસંગો-ઘટનાઓ વગેરે વિસ્‍તારથી ભીંજાયેલી આંખોએ વર્ણવ્‍યું હતું ત્‍યારે કેટલાયની આંખો પણ ભીંજાયેલી મનસુખરામ માસ્‍તરના ચરિત્રનો સંદેશો એ જ કે એમાં ચમત્‍કાર નથી પણ સાક્ષાત્‍કાર છે.

પુનિત મહારાજે પણ માનસને, તુલસીદાસજીને કેન્‍દ્રમાં રાખીને એક ‘પુનિત રામાયણ' આપણને સૌને આપી છે. એ પણ પુનિત પરંપરામાં સચવાયી છે. ચોથું ચરિત્રઃ શિવજીનું આપણે ત્‍યાં મુખ્‍યત્‍વે દ્વાદશ જયોતિર્લીંગનો મહિમા છે. બાર જયોતિર્લીંગ એ બારે-બાર જયોતિમય પ્રકાશ છે. (મનોજ જોશી ‘‘મંજો'' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)

સુરત હિરા ઉદ્યોગ કંપની શિવમ જવેલ્‍સના ૮પ૦ કર્મચારીઓને સહપરિવાર યાત્રા કરાવી

રાજકોટ, તા. ૧૭: સુરતની હિરા ઉદ્યોગની અગ્રણી કંપની શિવમ જ્‍વેલ્‍સે ૮૫૦ જેટલા પોતાના કર્મચારીઓ કારીગરોને સહપરિવાર  શિવમ ગંગે એક્‍સપ્રેસ સ્‍પેશ્‍યલ એ.સી ટ્રેન દ્વારા ૧૦- દિવસની ધર્મયાત્રાએ લઈ જઈને હિરા ઉદ્યોગમાં એક સુંદર દ્રષ્ટાંત પૂરું પાડયું છે.

તા. ૦૬-૧૧-૨૦૨૬ થી ૧૭-૧૧-૨૦૨૬ સુધી દિવાળી વેકેશનમાં એક સુંદર ધર્મયાત્રાનું આયોજન શિવમ જ્‍વેલ્‍સ દ્વારા કરવામાં આવ્‍યું છે મથુરા હરદ્વાર અને ઋષિકેશની પાવન ધરા પર દિવાળી નુત્તન વર્ષ ભાઈબીજ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

યાત્રાનું આયોજન શિવમ જ્‍વેલ્‍સના  અશ્વિનભાઈ નિકુંજભાઈ પ્રિયલભાઈ શંકર અને તેમની ટિમે કર્યું હતું અને શંકર પરિવારના વડિલો દુલાભાઈ, ઘનશ્‍યામભાઈ અને તુલસીભાઈ પણ જોડાયા હતા.

યાત્રાનું માઈક્રો મેનેજમેન્‍ટ અને વડિલોના માર્ગદર્શનને કારણે દેવભૂમિ ઉતરાખંડમાં સૌ યાત્રાળુઓને બહુ આનંદ અને આદ્યાત્‍મિક અનુભૂતિનો અનુભવ થયો હતો યાત્રામાં ૧ વરસના બાળકથી લઈને ૮૦ વરસના વડિલો પણ જોડાયા હતા, યાત્રામાં સ્‍પેશ્‍યલ રસોઈયા ભરતભાઈની સ્‍વાદિષ્ટ રસોઈ કિરીટભાઈની રસીલી મિઠાઈઓ અને રાજુભાઈ કલસરીયાની યાદગાર ચાની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને ગંગા કિનારે ઋષિકેશના પરમાર્થ નિક્‍તનમાં ઉતારાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. યાત્રામાં શિવમ જ્‍વેલ્‍સના કર્મચારીઓ સપરિવાર એક પરિવારની ભાવના સાથે જોડાયા હતા.

શ્રી સ્‍વામી ચિદાનંદ સરસ્‍વતીજીએ માનસિક સ્‍વાસ્‍થ્‍ય વિશે આશિર્વચન આપ્‍યા હતા અને યોગગુરુ બાબા રામદેવજીએ શારીરિક તંદુરસ્‍તી માટે યોગ પ્રાણાયામ અને ધ્‍યાન વિશે માર્ગદર્શન આપ્‍યું હતું સમર્થ ભાગવતાચાર્ય શ્રી કુંડળ કળષ્‍ણ પ્રભુજીએ હિમાલય અને ગંગા અવતરણ વિશે સુંદર માહિતીપ્રદ પ્રવચન આપ્‍યું હતું.

સાંસ્‍કળતિક કાર્યક્રમોમાં સુપ્રસિદ્ધ ગાયક ઋષભ અગ્રાવત, હાસ્‍ય કલાકાર માયાભાઈ આહીર, જાણીતા મોટિવેશનલ સ્‍પીકર અને રિચ થિંકર મનિષભાઈ વઘાસીયા, ઓસમાણ મીર અને તેમના સુપુત્ર આમિર મીર, જાણીતા આરજે મિત મિશ્રાએ કલા રજૂ કરી હતી.

આવી સુંદર યાત્રામાં સહભાગી થવાનું જેમને સૌભાગ્‍ય પ્રાપ્ત થયું હતું એવા સૌ યાત્રાળુઓએ શિવમ જ્‍વેલ્‍સ અને શ્રી ઘનશ્‍યામભાઈ શંકરનો હ્રદયપૂર્વક આભાર માન્‍યો હતો અને ધન્‍યવાદ આપ્‍યા હતાં. તેમ રાજેશ પટેલ અને મનોજ જોશી ‘મજો' રાજકોટની યાદીમાં જણાવ્‍યું છે.

(3:31 PM IST)