તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
આ છે ૪૪૦ કરોડ રુપિયાની એક બ્રાઃ ૪૪૧૦ હીરા - સોનામાંથી બનાવી
કાઈલ જેનરે વિક્ટોરિયા સીક્રેટના ફેશન શોમાં ૫૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૪૦ કરોડ રૂપિયાની ફેંટેસી બ્રા પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું : ૧૫ કારીગરોએ ૧,૦૦૦ કલાકની મહેનત કરી

ન્યુયોર્ક તા.૨૧: ફેશન શોમાં મોડલના કપડાં, મેકઅપ અને સ્ટાઈલ તો હંમેશાં ચર્ચામાં રહે છે, પણ આ વખતે એક એવી બ્રા ચર્ચામાં છે, જેની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો. કાઈલ જેનરે વિક્ટોરિયા સીક્રેટના ફેશન શોમાં ૫૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૪૦ કરોડ રૂપિયાની ફેંટેસી બ્રા પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેને વિક્ટોરિયા સીક્રેટના ઈતિહાસની સૌથી મોંઘી ફેંટેસી બ્રા હોવાનું કહેવાય છે. આખરે એક બ્રાની કિમત આટલી વધારે કેવી રીતે હોઈ શકે છે? તેનું કારણ તેની ડિઝાઈન નથી, પણ તેમાં લાગેલા કિમતી હીરા, સોના અને તેને તૈયાર કરવામાં લાગેલી કારીગરી પણ છે.
આ બ્રાને જોઈ પહેલી નજરમાં જ અંદાજો લગાવી શકાય છે કે આ કોઈ સામાન્ય ડ્રેસ નથી. તેમાં કૂલ ૪,૪૧૦ હીરા લગાવેલા છે. આ હીરાને સાત અલગ અલગ કટમાં તૈયાર કર્યા છે, જેથી દરેક એંગલથી જોતા તેની ચમક અલગ લાગે. આખી બ્રાને એવી રીતે ડિઝાઈન કરી છે કે હીરા તેની બનાવટ સાથે સુંદરતાથી દેખાઈ આવે. આ લક્ઝરી આભૂષણ બ્રાન્ડ જેકબ એન્ડ કંપનીએ વિક્ટોરિયા સીક્રેટ સાથે મળીને તૈયાર કરી છે.
તેની સૌથી ખાસ વાત છે વચ્ચે લાગેલા ૭૫.૫૪ કેરેટના ફેન્સી વિવિડ યેલો ડાયમંડ. તેનો ચમકીલો પીળો રંગ તેને બાકી હીરાથી અલગ બનાવે છે. રિપોર્ટ્સ અનુસાર, આ એકલા હીરાની કિમત લગભગ ૨૨ મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. એટલે કે બ્રાની કૂલ અનુમાનિત કિમતનો મોટો ભાગ ખાલી આ એક હીરા સાથે જોડાયેલો છે. આ જ કારણ છે કે તેને પહેરવા યોગ્ય આભૂષણનો એક સામાન્ય નમૂનો માનવામાં આવી રહ્યો નથી.
કપડાની જગ્યાએ સોના અને હીરાનો ઉપયોગઃ મોટા ભાગે બ્રાને કપડા, લેસ અને બીજા સામાનમાંથી બનાવવામાં આવે છે, પણ આ ડિઝાઈનમાં પરંપરાગત કપડાનો ઉપયોગ નથી કર્યો. તેને ૧૮ કેરેટ સોના અને હીરાની મદદથી તૈયાર કરવામાં આવી છે. તેને બનાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ડિઝાઈન ખાલી જોવામાં સુંદર ન હોય, પણ ફેશન શો દરમિયાન પહેરી પણ શકાય. આવા સમયે તેની બનાવટ અને ફિટિગ પર ખાસ મહેનત કરવામાં આવી છે.
૧૫ કારીગરોએ ૧,૦૦૦ કલાકની મહેનત કરીઃ આટલા બધા હીરાને એક સાથે સજાવવા આસાન નથી હોતું. આ ફેંટેસી બ્રાને તૈયાર કરવામાં ૧૫ કારીગરોએ ૧,૦૦૦ કલાકથી વધારેનો સમય લીધો. તેના દરેક ભાગને ઝીણવટપૂર્વક તૈયાર કર્યો, જેથી હીરા યોગ્ય જગ્યા પર રહે અને રોશની પડતાં તેની ચમક ઊભરીને સામે આવે. એટલા માટે તેની કિમતમાં ખાલી કિમતી રત્નોના મૂલ્યો જ નહીં, પણ કારીગરોની મહેનત અને ડિઝાઈનની જાટિલતા પણ સામેલ છે.
આ વખતે વિક્ટોરિયા સીક્રેટે પોતાની ફેમસ ફેંટેસી બ્રા માટે કાઈલી જેનરને પસંદ કરી. કાઈલી રિયાલિટી ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો હોવાની સાથે સાથે સૌંદર્ય પ્રોડક્ટના બિઝનેસમાં પણ સારી ઓળખ ધરાવે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો પ્રશંસકો છે અને ફેશન તથા મનોરંજનની દુનિયામાં તેનો ખૂબ પ્રભાવ છે. તેની હાજરીએ આ શોને ફેશનથી આગળ એક મોટા ચર્ચિત આયોજનમાં બદલી નાખ્યું.(
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
