<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

૧૦-૧૦ રૂપિયાના કોઇનથી આ ભાઈએ ૧,૧૦,૦૦૦ રૂપિયાની બાઇક ખરીદી

સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ બાઇક ખરીદી હતી અને ૧૦ રૂપિયાના સિક્કાની ઠગલીઓ કરીને શોરૂમમાં જ ગણતરી કરીને ચૂકવ્‍યા હતા

હૈદ્રાબાદ તા.૯: તેલંગણમાં કોન્‍ડે રઘુપતિ નામના એક ભાઈએ બાઇક ખરીદી હતી એ ન્‍યુઝ ખૂબ ગાજી રહ્યા છે. આમ તો બાઇકની કિમત માત્ર ૧,૧૦,૦૦૦ રૂપિયા જ છે, પરંતુ એ રકમની ચુકવણી કોન્‍ડે રઘુપતિએ ૧૦-૧૦ રૂપિયાના સિક્કાથી કરી હતી. વેલીમિનેન્‍દુ નામના નાનકડા ગામમાં રહેતા આ ભાઈએ બાઇક ખરીદવા માટે ૧૦-૧૦ રૂપિયાના સિક્કાની બચત કરવાની શરૂ કરી દીધી હતી અને જ્‍યારે બાઇક ખરીદવા માટે પૂરતા કોઇન્‍સ ભેગા થયા એ પછી થેલો લઈને તે બાઇકના શોરૂમ પર પહોંચ્‍યો હતો. તેણે સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ બાઇક ખરીદી હતી અને ૧૦ રૂપિયાના સિક્કાની ઠગલીઓ કરીને શોરૂમમાં જ ગણતરી કરીને ચૂકવ્‍યા હતા.

(3:22 PM IST)