<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જે મૂછો 18 વર્ષની ઉંમરે હોવી જોઈએ એ આ બાળકને જન્મતા સાથે આવી ગઈ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

લોકો જોઈને દંગ રહી ગયા, એક્સપર્ટે કહ્યું AI ફિલ્ટરથી બનાવેલો નકલી વીડિયો છે, જાણો શું છે સત્ય?વીડિયો UAE Stories સહિત ઘણા ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર થયો

અમદાવાદ તા.24 : સોશિયલ મીડિયા પર એક નવજાત બાળકનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકને જન્મતા જ ઘાટી કાળી મૂછો હોય તેવું દેખાય છે. જે મૂછો સામાન્ય રીતે 18 વર્ષની ઉંમર પછી આવે છે, એ મૂછો આ બાળકને જન્મતા સાથે જ આવી ગઈ હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

વીડિયોમાં બાળક સફેદ ટુવાલમાં લપેટાયેલું છે અને હોસ્પિટલના બેડ પર સૂતું છે. તેના ઉપલા હોઠ પર પુખ્ત પુરુષ જેવી ઘાટી મૂછ દેખાય છે. આ વીડિયો UAE Stories સહિત ઘણા ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર થયો છે અને લાખો લોકોએ જોયો છે.

 

લોકો કોમેન્ટમાં મજા લઈ રહ્યા છે - કોઈ કહે છે "ભાઈએ કિન્ડરગાર્ટન સ્કિપ કરી સીધી નોકરી શરૂ કરી દીધી", તો કોઈ કહે છે "2 કલાકનો થયો છે અને 9-to-5 જોબથી થાકી ગયો હોય તેવું લાગે છે."

મેડિકલ એક્સપર્ટ્સના મતે નવજાત બાળકોમાં ક્યારેક Lanugo નામના ઝીણા વાળ હોય છે જે ગર્ભમાં ત્વચાની સુરક્ષા માટે હોય છે, પરંતુ તે ખૂબ જ પાતળા અને આછા રંગના હોય છે. વાયરલ વીડિયોમાં દેખાતી ઘાટી, કાળી અને શેપવાળી મૂછ Lanugo જેવી નથી.

 

અનેક રિપોર્ટમાં આ વીડિયોને AI ફિલ્ટરથી બનાવેલો નકલી વીડિયો ગણાવવામાં આવ્યો છે. 

 

- મૂછો બાળકના ચહેરાની હિલચાલ સાથે કુદરતી રીતે હલતી નથી, હલતી વખતે flickering જોવા મળે છે.

- વાળની લાઈટિંગ હોસ્પિટલના રૂમની લાઈટિંગ સાથે મેચ થતી નથી.

- અત્યાર સુધી કોઈ હોસ્પિટલ, ડોક્ટર કે પરિવારે આ બાળકની ઓળખ કે જન્મની પુષ્ટિ કરી નથી.

 

નિષ્ણાતોનું કહેવું છે કે આ એક સામાન્ય નવજાત બાળકનો વીડિયો છે, પરંતુ વાયરલ થવા માટે AI ફેસ-મેપિંગ ફિલ્ટરથી મૂછો લગાવવામાં આવી છે.

(4:17 PM IST)