<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

આ અબ લૌટ ચલેં: ૪૫ દિવસમાં ૧ કરોડમાંથી ૧૧ લાખ ભારતીયો મિડલ ઈસ્‍ટમાંથી સ્‍વદેશ પાછા ફર્યા

નવી દિલ્‍હી,તા.૨૨: વેસ્‍ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્‍તારમાં રહેતા આશરે ૧ કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્‍વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતથી ૧૧.૩ લાખથી વધુ મુસાફરો કમર્શિયલ અને વિશેષ ફલાઇટ દ્વારા ભારત પાછા ફર્યા છે.સરકાર ભારતીય નાગરિકોના પરત ફરવા માટે સક્રિયપણે સુવિધા આપી રહી છે. વિમાન ઉપરાંત જમીન માર્ગોથી આર્મેનિયા અને અઝરબૈજાન દ્વારા ભારતીયો સ્‍વદેશ પાછા ફરે છે. ફલાઇટ્‍સ હજુ પણ કાર્યરત છે, પરંતુ ક્‍યારેક એકાએક એર-સ્‍પેસ બંધ કરી દેવામાં આવે છે. દુબઈ અને અબુ ધાબીથી રેગ્‍યુલર ફલાઇટ આવે છે પણ કતરથી ઘણી ઓછી ફલાઇટ ઉપલબ્‍ધ છે. ઇરાક અને ઈરાનથી આવનારી ફલાઇટો ઘણી જ ઓછી છે કારણ કે ત્‍યાં ઍર સ્‍પેસ વારંવાર બંધ થાય છે.

(2:58 PM IST)