હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાણંદમાં વડાપ્રધાન મોદીના હસ્તે, આ પ્રથમ નહિ, ત્રીજો સેમી કંડક્ટર પ્લાન્ટનો પ્રારંભ થશે
૨૦૨૭ની ગુજરાત ધારાસભાની ચૂંટણી પહેલાની તૈયારીઓ શરૂ : અમિતભાઇ પછી નરેન્દ્રભાઈ, સીલસીલો યથાવત રહેશે...સાણંદ, કચ્છની વિકાસ યાત્રા અંગે જાણવા જેવું : આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા કચ્છના સરહદી ગામોની પ્રથમ તબક્કે નાયબ મુખ્યમંત્રી સિનિયર આઇપીએસ સાથે પોતે પણ બે ગામમાં રાતવાસો કરી લોકોના મનની વાતો જાણી, બીજા તબક્કે પણ સિનિયર આઇપીએસ દ્વારા વિવિધ ગામોમાં રાત વસો કરી મહિતી મેળવેલ, જે રિપોર્ટ અમિતભાઇ થ્રુ પીએમને મળતા તે મુજ્બ વિકાસ કાર્યોની જાહેરાત થશે : મુખ્ય પોલિસ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક દિલ્હી બેઠા બેઠા માર્ગદર્શન આપે છે : આઇબી વડા અશોક કુમાર યાદવ દ્વારા આઇબી યુનિટ એલર્ટ કરાયા છે, આઇજી રાધેવેન્દ્ર વસ્ત, આઇજી ચિરાગ કોરડીયા, આણંદ એસપી ગૌરવ જસાણી, કચ્છ પૂર્વ એસપી સાગર બગમાર વિગેરે બાજ નજર રાખી રહ્યા છે.

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત ધારાસભાની ચૂંટણી આગામી વર્ષે હોય, ભારતીય જનતા પક્ષની પરમ્પરા મુજ્બ વડાપ્રધાન અને અમિતભાઇ શાહ દ્વારા હવે સમગ્ર ઘ્યાન ગુજરાત પર ફોકસ કર્યું છે. અમિતભાઈ પછી હવે નરેન્દ્રભાઈ ગુજરાત અર્થાત સાણંદ આવી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી મોદી આ સાથે કચ્છમાં પણ સાથે સાથે આવી બોર્ડર અંગે ગુજરાત સરકારના સિનિયર આઇપીએસ દ્વારા વિવિધ ગામોની સમસ્યાઓ જાણી લોકોના મનમાં પડેલ બાબતો અંગે જે રિપોર્ટ કરેલ છે, તે માટે મહત્વની જાહેરાત કરનાર હોવાનું સૂત્રો જણાવે છે.
અત્રે એ યાદ રહે કે આ અતિ આધુનિક સેમી કંડક્ટર પ્લાન્ટ જે વડાપ્રધાન હસ્તે ખુલ્લો મુકાનાર છે, તે ત્રીજો છે. એક મૂળ ગુજરાતના એનઆરઆઇના સહકારથી, બીજો ટાટા દ્વારા અને આ ત્રીજો પ્લાન્ટ છે.
જોકે તા. ૪ અને ૫ના કાર્યક્રમો અંગ્રે પીએમઓમાંથી કોઈ સત્તાવાર પ્રોગ્રામ આવ્યો નથી. આમ છતાં કલેકટર તંત્ર, પોલિસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની પ્રેરણા અને વિશેષ પહેલથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ‘હરિયાળી લોકસભા અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગાંધીનગરને સમગ્ર દેશ માટે એક આદર્શ ગ્રીન મોડલ વિસ્તાર તરીકે વિકસાવવાનો છે. સતત ચાલતા આ સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે સમગ્ર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં નોંધપાત્ર અને ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, આ અભિયાન અંતર્ગત વર્ષ ર૦રપ થી લઇને અત્યારસુધીમાં અંદાજે પ૭ લાખ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાને વધુ વેગ આપવા માટે આગામી વર્ષ ર૦ર૬-ર૭માં ૧ કરોડથી વધુ વૃક્ષો વાવવાનું ભવ્ય લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ વ્યાપક વનીકરના કારણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વૃક્ષોની ઘનતામાં અંદાજે ૧૧.રપ ટકાનો મોટો વધારો નોંધાયો છે. વિસ્તારના નાગરિકોને શુદ્ધ હવા મળી રહે તે માટે ગાંધીનગરમાં અનેક આધુનિક ‘‘ઓકિસજન પાર્ક'' વિકસાવવામાં આવ્યો છે. હરિયાળીમાં થયેલ આ વધારાથી પ્રદૂષણના સ્તરમાં મોટો ઘટાડો થયો છે અને આસપાસના વિસ્તારોના તાપમાન નિયંત્રણમાં પણ મોટી મદદ મળી રહી છે. પર્યાવરણનું સંતુલન જળવાઇ રહેતા સ્થાનિક લોકોના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર તેની અત્યંત સકારાત્મક અસરો જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
