<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

"આ અસલી નથી, પાકિસ્તાની ડોમિનોઝ છે!": વિદેશી વ્લોગરે પાકિસ્તાનમાં નકલી બ્રાન્ડની પોલ ખોલી : ખરાબ ટેસ્ટ પર આપ્યા 10 માંથી 1.7 પોઈન્ટ

બોર્ડ જોવામાં વિશ્વવિખ્યાત પિઝા ચેઈન 'Domino's' જેવું જ દેખાય છે, પરંતુ નજીકથી જોતાં જ આખી કૌભાંડી રમત છતી થઈ જાય છે

આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના લોગો અને નામની સસ્તામાં નકલ કરીને નકલી આઉટલેટ્સ ખોલવા માટે જાણીતા પાકિસ્તાનમાંથી વધુ એક રમુજી અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ટૂરિસ્ટ વ્લોગર એલેક્સ (@alexwandersyt) એ ઉત્તરી પાકિસ્તાનના સુંદર હુન્ઝા વિસ્તારમાંથી એક વીડિયો શેર કર્યો છે, જે હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ વિદેશી વ્લોગર એક એવા પિઝા સ્ટોરની બહાર ઊભો છે જેનો લોગો અને બોર્ડ જોવામાં વિશ્વવિખ્યાત પિઝા ચેઈન 'Domino's' જેવું જ દેખાય છે, પરંતુ નજીકથી જોતાં જ આખી કૌભાંડી રમત છતી થઈ જાય છે.
વ્લોગર જ્યારે દુકાનની અંદર જઈને કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને પૂછે છે કે "શું આ ઓરિજિનલ ડોમિનોઝ છે કે ફેક?", ત્યારે તે કર્મચારી કોઈ પણ જાતના સંકોચ વગર ખુલ્લેઆમ જવાબ આપે છે, "ના, આ અસલી નથી, આ તો પાકિસ્તાની ડોમિનોઝ છે!" આ સાંભળીને વ્લોગર પોતે પણ હસી પડે છે. ત્યારબાદ તે મેનુમાંથી 'ચિકન સુપ્રીમ' પિઝા ઓર્ડર કરે છે. જોકે, જ્યારે પિઝા ટેબલ પર આવે છે ત્યારે તેનો દેખાવ, ખૂબ જ જાડો મેંદાનો લોટ અને ચાવવામાં અઘરો સ્વાદ જોઈને વ્લોગરનું મોં બગડી જાય છે. તેણે આ નકલી પિઝાને ટેસ્ટના મામલે 10 માંથી માત્ર 1.7 પોઈન્ટનું કડક રેટિંગ આપ્યું હતું.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ યુઝર્સે પાકિસ્તાનની ભારે મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. નેટીઝન્સે કોમેન્ટ્સમાં લખ્યું કે "પાકિસ્તાનીઓને ઓરિજિનલ પિઝા બનાવતાં જ આવડતું નથી, તેઓ માત્ર મેંદાના રોટલા પર ચીઝ નાખીને બેકરી આઈટમ બનાવી દે છે." બીજા એક યુઝરે રમૂજ કરતાં લખ્યું કે "પાકિસ્તાન પોતે અસલી દેશ નથી અને ભારતની કોપી છે, તો ત્યાંની બ્રાન્ડ્સ અસલી ક્યાંથી હોય!" આ પહેલાં પણ પાકિસ્તાનમાં ફેક 'પિઝા હટ' અને નકલી 'મેકડોનાલ્ડ્સ' જેવા સ્ટોર્સના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર હાસ્યનું કારણ બન્યા છે.

(6:36 PM IST)