<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

આ જુગાડુ કાકાએ તો સાઇકલ પાસેથી JCBનું કામ લીધું

સાઇકલના હેન્‍ડલ પર લગાવેલો ટચૂકડો JCBનો હાથો સ્‍ટીઅરિંગ પાસે લગાવેલા નોબ થકી આગળ-પાછળ, ઉપર-નીચે નેવિગેટ કરી શકાય છે

નવી દિલ્‍હી,તા.૨૭: ભારતમાં જેટલા જુગાડનો આવિષ્‍કાર થાય છે એ અચંબિત કરી દેનારા હોય છે. મજૂરી કરતા લોકોનું કામ સરળ થઈ જાય એવું ટચૂકડું JCB બની ગયું છે. મોટા ભાગે અર્થમૂવર્સ જાયન્‍ટ ખાડાઓ પાડવા, મોટાં વૃક્ષો ખસેડવા કે જાયન્‍ટ કાટમાળને ટ્રાન્‍સફર કરવા માટે વપરાય છે. જોકે એક વડીલ કાકાએ બનાવેલું JCB એક પાવડા કરતાં થોડુંક મોટું છે. આ મશીન મજૂરોની મહેનત ઘટાડી દે એવું છે. સાઇકલના હેન્‍ડલ પર લગાવેલો ટચૂકડો JCBનો હાથો સ્‍ટીઅરિગ પાસે લગાવેલા નોબ થકી આગળ-પાછળ, ઉપર-નીચે નેવિગેટ કરી શકાય છે. આ કાકા એક જગ્‍યાએથી આ મશીનથી માટી ઉપાડે છે અને બીજી જગ્‍યાએ ટ્રાન્‍સફર કરે છે. એમાં કોઈ ફયુઅલની જરૂર નથી પડતી. માત્ર હાથનું જોર લગાવીને એ કામ થાય છે. આટલી જ માટી જો મજૂરે તગારામાં લઈને હટાવવાની હોય તો તેના શરીરને પણ વધુ કષ્ટ પડે છે. એના બદલે આ જુગાડથી કામ પણ સારી રીતે થાય છે અને મજૂરની એનર્જી પણ બચે છે

(10:04 AM IST)