તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ગુગલ મેપ્સની આ ગુપ્ત ટ્રીક કરાવશે બમ્પર બચત: પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવ વચ્ચે ગ્રીન લીફ ફીચર બન્યું સામાન્ય જનતાનું તારણહાર
ગુગલ મેપ્સ માત્ર રસ્તાઓ બતાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ટોલ ટેક્સ, નજીકના પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ અને લાઈવ ટ્રાફિકની સચોટ માહિતી આપીને મુસાફરીને સરળ બનાવશે

નવી દિલ્હી: સતત વધતી મોંઘવારી અને ઈંધણના આસમાને આંબતા ભાવો વચ્ચે હવે ટેકનોલોજી સામાન્ય માણસના ખિસ્સાને હળવું થતા બચાવશે. નેવિગેશન માટે વિશ્વભરમાં જાણીતી એપ ગુગલ મેપ્સ એક એવું ધમાકેદાર ફીચર લઈને આવ્યું છે, જે ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવાની સાથે-સાથે તમારા વાહનનું ૧૦ થી ૨૦ ટકા ઈંધણ પણ બચાવી આપશે. દિલ્હી-એનસીઆર સહિત દેશના તમામ મોટા શહેરોમાં વાહનચાલકો માટે આ ફીચર હાલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
આ અનોખા ફીચરનો લાભ લેવા માટે યુઝર્સે માત્ર ગુગલ મેપ્સની સેટિંગ્સમાં જઈને એક નાનો ફેરફાર કરવાનો રહેશે. એપના 'નેવિગેશન' ઓપ્શનમાં જઈને 'ફ્યુઅલ એફિશિયન્ટ રૂટ્સ' ને ઓન કરવાનું રહેશે, જ્યાં તમારે તમારા વાહનના એન્જિનનો પ્રકાર જેમ કે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી (CNG) સિલેક્ટ કરવાનો રહેશે. આ સેટિંગ સક્રિય થતા જ ગુગલ મેપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવો સૌથી ટૂંકો અને ટ્રાફિક-મુક્ત રસ્તો શોધશે જ્યાં ગિયર બદલવાની અને બ્રેક મારવાની જરૂર ઓછી પડે.
જ્યારે પણ તમે નવો રૂટ સર્ચ કરશો, ત્યારે સૌથી વધુ ઈંધણ બચાવતા રસ્તા પર એક ખાસ લીલું પાન જોવા મળશે, જે સ્માર્ટ બચતની નિશાની છે. ગુગલ મેપ્સ માત્ર રસ્તાઓ બતાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ટોલ ટેક્સ, નજીકના પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ અને લાઈવ ટ્રાફિકની સચોટ માહિતી આપીને મુસાફરીને આસાન બનાવે છે. મોંઘા પેટ્રોલ-ડીઝલના આ દોરમાં આ સ્માર્ટ ફીચર ફુગાવા સામે લડવા માટે ગ્રાહકોનું સૌથી મોટું હથિયાર બની ગયું છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
