તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
બેન્ગલોરનો આ શાકભાજીવાળો AI માટે ડેટા વેચીને કમાય છે કલાકના ૩૫૦ રૂપિયા
આ ભાઈ માટે માથે પહેરેલું ડિવાઇસ એ કોઈ રમત કે શોખ નથી પણ કમાણીનું માધ્યમ છે

બેન્ગલોર,તા.૨૫: ટેક્રોલોજીના હબ ગણાતા ભારતના બેન્ગલોર શહેરના શાકભાજીવાળા પણ હાઈ-ટેક થઈ ગયા છે. અહીંનો એક શાકભાજીવાળો માથા પર અજીબ ડિવાઇસ બાંધીને કામ કરતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. કોઈકને પહેલી નજરે લાગે કે આ ભાઈ કોઈની જાસૂસી કરી રહ્યા છે કે શું? પણ આ શાકભાજીવાળાની દૂરંદેશી છે. આ વિડિયો બનાવનાર વૈભવ નામનો છોકરો શાકભાજીવાળાને પૂછે છે કે આ શું છે? ત્યારે તેને જે જવાબ મળ્યો એ ચોંકાવનારો છે. આ ભાઈ માટે માથે પહેરેલું ડિવાઇસ એ કોઈ રમત કે શોખ નથી પણ કમાણીનું માધ્યમ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની કંપનીઓને પોતાના મશીન અને રોબોને માણસો જેવો વ્યવહાર શીખવવા માટે અસલી દુનિયાના ડેટાની જરૂર પડે છે. આ ડેટા-કલેક્શન માટે કંપનીઓ પૈસા આપે છે. શાકભાજીવાળાએ આ જ સ્કીમમાં જોડાઈને માથે ડિવાઇસ પહેર્યું છે જે તેના અને તેની આસપાસના લોકોની બિહેવિયરનો ડેટા નોંધીને AI કંપનીઓને મોકલે છે. આ માટે તેને દર કલાકે ૩૫૦ રૂપિયા મળે છે. હવે વિચારો કે જો આ વ્યક્તિ દિવસમાં ૧૦ કલાક માટે AI ડેટા-કલેક્શનનું કામ કરે તો તેને એક દિવસમાં ૩૫૦૦ રૂપિયા અને મહિનામાં લાખ રૂપિયા તો એમ જ મળી જાય
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
