<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

થોમસ માર્કલની મુશ્કેલીઓ વધી: મેક્સિકોના સ્ટોરેજ યુનિટમાંથી મળી આવેલા વાંધાજનક પુરાવા બાદ FBIને જાણ કરાઈ

​મેઘન માર્કલના પિતા થોમસ માર્કલ વિરુદ્ધ ચોંકાવનારા ગંભીર આરોપો; 'ડેલી મેલ' દ્વારા અમેરિકી એજન્સી સમક્ષ રજૂ કરાઈ માહિતી

​લંડન/વોશિંગ્ટન:બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય પ્રિન્સ હેરીના પત્ની અને સસેક્સના ડચેસ મેઘન માર્કલના પિતા થોમસ માર્કલ (Thomas Markle) ફરી એકવાર મોટા વિવાદમાં ઘેરાયા છે. તાજેતરમાં મેક્સિકો સ્થિત તેમના એક સ્ટોરેજ યુનિટમાંથી બાળકોના શોષણ અને અશ્લીલ સામગ્રી (Child Sexual Abuse Material) મળી આવ્યા બાદ મામલો અત્યંત ગંભીર બન્યો છે. આ પ્રકરણમાં બ્રિટિશ અખબાર 'ડેલી મેલ' દ્વારા આ મામલે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.

​સ્ટોરેજ યુનિટમાંથી શું મળી આવ્યું?

પ્રાપ્ત વિગતો અનુસાર, થોમસ માર્કલ દ્વારા મેક્સિકોના રોસારિટોમાં ભાડે રાખવામાં આવેલા એક સ્ટોરેજ યુનિટની તલાશી લેવામાં આવતા ત્યાંથી કેટલાક પુસ્તકો, ફોટોગ્રાફ્સ અને વિડિયો ટેપ્સ મળી આવ્યા હતા. આ સામગ્રીમાં સગીર બાળકો સાથે સંકળાયેલી શંકાસ્પદ અને આપત્તિજનક તસવીરો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.

​FBI ની તપાસ અને કાનૂની ગૂંચવણો:

'ડેલી મેલ' દ્વારા આ મામલો ધ્યાને આવ્યા બાદ એફબીઆઈ (FBI) સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, અને એજન્સી દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, કાનૂની નિષ્ણાતોના મતે એફબીઆઈનું અધિકારક્ષેત્ર મેક્સિકોમાં સીધી રીતે લાગુ પડતું ન હોવાથી તેમજ સમય મર્યાદા (Statute of Limitations) ના નિયમોને કારણે આ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધારવી એકટલાક જટિલ પાસાઓ ઉભા કરી શકે છે. આ ઉપરાંત, ફિલિપાઇન્સમાં પણ તેમના ડિજિટલ ઉપકરણોની તપાસ બાબતે કાર્યવાહી ચાલી રહી હોવાના અહેવાલો છે.

​મેઘન માર્કલની પ્રતિક્રિયા અને પારિવારિક અંતર:

આ ગંભીર આરોપો અને ઘટનાક્રમ વચ્ચે ડચેસ ઓફ સસેક્સ મેઘન માર્કલ સાથે જોડાયેલાસૂત્રોનું કહેવું છે કે આ પ્રકારની ચોંકાવનારી બાબતો સામે આવ્યા બાદ જ વર્ષ ૨૦૧૮ થી મેઘન દ્વારા પોતાના પિતા સાથે તમામ પ્રકારના સંબંધો કેમ તોડી નાખવામાં આવ્યા હતા, તેની વાસ્તવિકતા હવે લોકો સમક્ષ સ્પષ્ટ થઈ રહી છે. આ પ્રકરણને લઈને સોશિયલ મીડિયા અને વૈશ્વિક મીડિયા જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.

​

(3:06 PM IST)