<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

એફઆઈઆરમાં જેમના નામ છે તે કોઈ મોટા ટ્રસ્‍ટીઓ નથી પરંતુ દાનની રકમ ગણવાની અને મંદિરના વહીવટની, નીચેની હરોળની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા કર્મચારીઓ છે, જેમના દ્વારા આ ષડ્‍યંત્ર રચવામાં આવ્‍યું હતું ...

 

અયોધ્‍યાઃ છેલ્લા અહેવાલો મુજબ શ્રી રામ જન્‍મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી નોંધાયેલી પોલીસ એફઆઈઆરની મુખ્‍ય વિગતો મુદ્દાસર નીચે મુજબ છેઃ

એફઆઈઆર દાખલ કરનાર અને સ્‍થળઃ શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના સભ્‍ય કળષ્‍ણ મોહન દ્વારા અયોધ્‍યાના રામ જન્‍મભૂમિ પોલીસ મથકે આ સત્તાવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

તપાસનો આધારઃ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ દ્વારા આ મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા સોંપવામાં આવેલા વચગાળાના રિપોર્ટના આધારે આ કાર્યવાહી થઈ છે.

ભારતીય ન્‍યાય સંહિતા બીએનએસની કલમોઃ આ કેસમાં નીચે મુજબની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છેઃ  *કલમ ૩૦૬ કર્મચારી અથવા સેવક દ્વારા ચોરી* કલમ ૩૧૬ પેટા કલમ ૫ અપરાધિક વિશ્વાસઘાત * કલમ ૩૧૭ પેટા કલમ ૪ ચોરીના માલની ખરીદી * કલમ ૩૧૭ પેટા કલમ ૫ ચોરીનો સામાન છુપાવવો * કલમ ૬૧ ગુનાહિત ષડ્‍યંત્ર * કલમ ૩ પેટા કલમ ૫ સમાન ઇરાદે ગુનો આચરવો

નામજદ આરોપીઓઃ એફઆઈઆર માં મુખ્‍યત્‍વે અનુકલ્‍પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્‍લ, રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ અને મનીષ યાદવના નામ દર્શાવવામાં આવ્‍યા છે. મીડિયા અહેવાલો મુજબ આ કેસમાં કુલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આરોપીઓની ભૂમિકાઃ એફઆઈઆરમાં જેમના નામ છે તે કોઈ મોટા ટ્રસ્‍ટીઓ નથી પરંતુ દાનની રકમ ગણવાની અને મંદિરના વહીવટની નીચેની હરોળની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા કર્મચારીઓ છે જેમના દ્વારા આ ષડ્‍યંત્ર રચવામાં આવ્‍યું હતું.

 પોલીસ કાર્યવાહી અને ધરપકડઃ લખનૌ ઝોનના એડીજી પ્રવીણ કુમાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ એફઆઈઆર નોંધાયા બાદ કડક એક્‍શન લેવામાં આવ્‍યા છે અને અત્‍યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

(3:00 PM IST)