<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ફ્રાન્સમાં લાખો લોકોનું ઉગ્ર પ્રદર્શન, હિંસા બાદ 1,200થી વધુની ધરપકડ

વધતી મોંઘવારી, કથળતી જાહેર સેવાઓ અને સ્કૂલોની સમસ્યાઓ સામે દેશભરમાં વિરોધ; પેરિસ સહિત અનેક શહેરોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, 150 પોલીસકર્મી ઘાયલ થયાનો દાવો.

ફ્રાન્સમાં વધતી મોંઘવારી, કથળતી જાહેર સેવાઓ અને સ્કૂલોની સમસ્યાઓના વિરોધમાં શનિવાર, 17 ઓક્ટોબરે મોટા પાયે પ્રદર્શનો યોજાયાં હતાં. પેરિસ સહિત દેશનાં અનેક શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કેટલીક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઉપરાંત દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી હતી, જ્યારે કેટલીક ઇમારતોમાં આગચંપી પણ કરવામાં આવી હતી.

 

ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં આશરે 5.5 લાખ લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાંથી લગભગ 1.1 લાખ લોકો પેરિસમાં એકઠા થયા હતા. જોકે, પ્રદર્શનનું આયોજન કરનાર સંગઠનોએ દાવો કર્યો હતો કે આંદોલનમાં આશરે 8 લાખ લોકો જોડાયા હતા. બીજી તરફ, ફ્રાન્સના પ્રધાનમંત્રી સેબેસ્ટિયન લેકોર્નૂના જણાવ્યા અનુસાર, હિંસક ઘટનાઓ બાદ 1,200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 150 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

 

આ પ્રદર્શનોને પગલે ફ્રાન્સમાં મોંઘવારી, જાહેર સેવાઓની સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને લોકોમાં વધતા અસંતોષનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

(12:27 PM IST)