તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટ હાઇજેક કરવાની ધમકી: બીમાર પત્નીને કારણે મુસાફરે રચ્યું મોટું નાટક
વિદેશમાં નોકરી અર્થે જતી વેળાએ પત્નીની ગંભીર બીમારીને લીધે ડર ગયેલા શખ્સે ફ્લાઇટના ટોયલેટમાંથી પત્ર છોડીને મચાવી હલચલ

કોલકાતા : પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે એક ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોલકાતાથી મુંબઈ તરફ રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ (એઆઈ ૭૭૨) જ્યારે ઉડાન ભરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી અને તેમાં ૧૦૫ મુસાફરો સવાર હતા, તે દરમિયાન વિમાનના ટોયલેટમાંથી હાઇજેકની ચેતવણી આપતો એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વિમાનની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં આ ધમકી પાછળ કોઈ આતંકવાદી કાવતરું નહીં પરંતુ એક મુસાફરની અંગત મનોસ્થિતિ અને ભાવનાત્મક કારણ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી મુસાફર નોકરી માટે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો હતો અને તે કોલકાતાથી મુંબઈ થઈને પ્રવાસ કરવાનો હતો, પરંતુ તેની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હોવાથી તે વિદેશ જઈને તેને એકલી છોડવા માંગતો ન હતો.
છેલ્લા ક્ષણે પોતાનો વિદેશ પ્રવાસનો નિર્ણય બદલવા માટે આરોપી દ્વારા આ ખોટી ધમકી આપવામાં આવી હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે અને વધુ તપાસ ચલાવી રહી છે.
આ ઘટનાને પગલે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે કેટલાક સવાલો ઊભા થયા છે, ત્યારે એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી અફવાઓ પર કાબૂ રાખી શકાય.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
