તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
પેસિફિક મહાસાગરમાં એકસાથે ત્રણ ચક્રવાતઃ ચોથા ચક્રવાતની તૈયારીઃ ૨૪૧ કિમી પ્રતિકલાકની ઝડપે ઘણાં શહેરોમાં વિનાશ વેરે એવી શક્યતા
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લોવેલ આગામી ઘણાં દિવસો સુધી એક હરિકેનના રૂપે તબાહી મચાવી શકે

નવી દિલ્હીઃ સમુદ્રમાં એકસાથે ત્રણ ચક્રવાત તબાહી મચાવી રહ્યાં છે. તેની સાથે સાથે ચોથું ચક્રવાત પણ ઝડપથી માંથું ઊંચકી રહ્યું છે. તેમાં ૨૪૧ કિમી પ્રતિકલાકની ઝડપે ઘણાં શહેરોમાં વિનાશ વેરે એવી શક્યતા છે. ખાસ વાત એ છે કે, આશરે એક દાયકામાં પહેલીવાર એવું થયું છે, જ્યારે પેસેફિક મહાસાગરમાં એક જ સમયે ત્રણ હરિકેન સક્રિય થયા છે. જેના લીધે મેક્સિકોથી લઈને અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયા પર સંકટ તોળાઈ રહ્યું છે.
આ વખતે પેસેફિક મહાસાગરમાં ચક્રવાતની સક્રિયતા ઘણી વધારે છે. તેની પાછળ અલ નીનોની સ્થિતિને મહત્વની માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આ અલ નીનો ટૂંક સમયમાં રેકોર્ડ સ્તરે મજબૂત બની શકે છે. આ ત્રણેયમાં હરિકેન લોવેલ સૌથી વધુ શક્તિશાળી છે. તે હાલ કેટેગરી ૪નું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેની મહત્તમ ઝડપ આશરે ૨૪૧ કિલોમીટર પ્રતિકલાક નોંધવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લોવેલ આગામી ઘણાં દિવસો સુધી એક હરિકેનના રૂપે તબાહી મચાવી શકે છે.
કેટલાક વિસ્તારોમાં તેના કારણે સમુદ્રમાં ઊંચા અને ખતરનાક મોજાં ઉછળી શકે છે. રિપ કરંટ અને જીવલેણ સર્ફ કન્ડિશન લોકો માટે મોટો ખતરો બની શકે છે. પヘમિ હવાઈ દ્વીપોના કેટલાક વિસ્તારો માટે આગામી સમયમાં ટ્રોપિકલ સ્ટોર્મ વોચ પણ જાહેર કરવામાં આવી શકે છે.
હરિકેન કરીના હવે નબળું પડીને કેટેગરી-૧નું વાવાઝોડું બની ગયું છે. શનિવારે સવારે તે હવાઈના હિલોથી લગભગ ૮૦૦ માઈલ પૂર્વમાં હતું. કરીનાની ઝડપ લગભગ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક હતી અને તે ૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પヘમિ દિશામાં આગળ વધી રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે કરીના આગામી કેટલાક દિવસોમાં ઝડપથી નબળું પડી જશે. આવતા અઠવાડિયાની શરૂઆત સુધીમાં તેના સંપૂર્ણપણે સમાપ્ત થઈ જવાની શક્યતા છે. હાલ તેનાથી જમીન પર કોઈ મોટો ખતરો નથી.
ત્રીજું વાવાઝોડું હરિકેન મેરી હાલ કેટેગરી-૧નું છે. મેરીની મહત્તમ ઝડપ લગભગ ૧૪૦ માઈલ પ્રતિ કલાક હતી અને તે ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેલિફોર્નિયા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, મેરી પણ આગામી કેટલાક દિવસોમાં ધીમે-ધીમે નબળું પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌથી મોટી ચિતા હવે સમુદ્રમાં રહેલી ચોથી સિસ્ટમ્સને લઈને છે, જેના પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આ સિસ્ટમ્સ દક્ષિણ-પヘમિ મેક્સિકોના દરિયાકાંઠાથી ઘણું દૂર સમુદ્રમાં હાજર છે. તે પヘમિ-ઉત્તરપヘમિ દિશામાં ૧૦થી ૧૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે.
હવામાન નિષ્ણાતોએ આ સિસ્ટમ્સના વાવાઝોડામાં ફેરવાવાની સંભાવના ૬૦ ટકા જણાવી છે. જો આ સિસ્ટમ બને છે તો તેનું નામ નોર્બર્ટ રાખવામાં આવશે. એકસાથે ત્રણ હરિકેન બનવાનું લ્લશ્ય છેલ્લે ૨૦૧૫માં જોવા મળ્યું હતું. તે સમયે કિલો, ઇગ્નાસિયો અને જિમેના ત્રણેય મોટા કેટેગરી-૪ હરિકેન બની ગયા હતા.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
