News of Friday, 22nd May 2026
અમેરિકાના ૪૦ રાજયોમાં વસતા ૧૮ લાખ ગુજરાતીઓનું આજથી ત્રણ દિવસ મહાઅધિવેશન
ગુજરાતીઓની ઓળખ, પ્રગતિ, એકતા અને સંસ્કૃતિની ઝાંખી રજૂ થશે

રાજકોટઃ આજથી અમેરિકાના રેનેશા ઓર્લેન્ડોમાં FOGAUSAનાં નેજા હેઠળ અમેરિકાના ૪૦ રાજ્યોમાં વસતા ૧૮ લાખ ગુજરાતીઓનું મહા અધિવેશન શરૂ થયું છે.
૨૨ મેથી તારીખ ૨૫ મે રાત્રે ૧૧ વાગ્યા સુધી આમ ચાર દિવસ ચાલનારા અધિવેશનમાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતીઓની ઓળખ, પ્રગતિ,એકતા અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે .
આ મહા સંમેલનમાં વ્યાપારિક પ્રચાર માટે ગુજ્જુ કેપિટલ ટેન્ક, સાંસ્કૃતિક ગરબા નાઈટ, આર્ટિફિશિયલ ટેકનોલોજી, મેટ્રિમોનીયલ મેળવડા, હાસ્ય દરબાર, અન્ય મનોરંજન કાર્યક્રમો તેમજ ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજીનેં નવી પેઢીના ગુજરાતીઓને એક કરવાનો ભવ્ય પ્રયાસ કરવામાં આવશે.
અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે ખાસ કરીને ગુજરાતીઓ માટે આ એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન બની રહે છે.
અમેરિકામાં વસતા ગુજરાતી સંગઠનો દ્વારા (FOGAUSA) ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન યુ.એસ.એની સ્થાપના ૨૦૨૧માં થઈ હતી. જેનોં હેતુ અમેરિકામાં વસતા તમામ ગુજરાતી સંગઠનોનેં એક સૂત્રે બાંધી ગુજરાતની ઓળખ પ્રગતિ અને એકતા ને જાળવી રાખવાનો છે.
આ ગુજરાતી ફેડરેશનમાં રચાયા બાદ પ્રથમ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪ માં બેથી ચાર ઓગસ્ટ દરમિયાન ફર્ુીશ્રર્શ્રીત (ટેક્ષાસ)ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં અમેરિકાનાં ૮૦ થી વધુ ગુજરાતી સંગઠનોએ ભાગ લીધો હતો. તે પ્રથમ અધિવેશનમાં વ્યાપારીઓ નેતાઓ કલાકારો યુવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
