<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ભારતીય રાજકારણમાં ત્રણ મોટા ઐતિહાસિક ફેરફાર: પશ્ચિમ બંગાળમાં 79 વર્ષ બાદ પ્રથમવાર ભાજપની સરકાર, તમિલનાડુમાં 59 વર્ષથી ચાલતા દ્રવિડ યુગનો અંત, દેશમાં ડાબેરીઓ સંપૂર્ણપણે સત્તાથી બહાર

પશ્ચિમ બંગાળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, તમિલનાડુમાં છ દાયકાની દ્રવિડ વિચારધારાને બ્રેક, 49 વર્ષ બાદ ભારતના કોઈપણ રાજ્યમાં ડાબેરી સરકાર નહીં, રાજકીય નકશો બદલાયો

નવી દિલ્હી, તા. 5  : ભારતીય રાજકારણના ઇતિહાસમાં ત્રણ મોટા અને ઐતિહાસિક ફેરફારો નોંધાયા છે, જે દેશના રાજકીય સમીકરણો બદલી નાખશે. 

 

પ્રથમ, 79 વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપે ઇતિહાસ રચતા પ્રથમવાર સરકાર બનાવી છે. આ સાથે બંગાળના રાજકારણમાં નવા યુગનો પ્રારંભ થયો છે.

 

બીજું, તમિલનાડુમાં 59 વર્ષ બાદ દ્રવિડિયન પાર્ટીઓ સત્તામાંથી બહાર થઈ છે અને દ્રવિડ યુગનો અંત આવ્યો છે. છ દાયકા સુધી તમિલનાડુના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતી દ્રવિડ વિચારધારા હવે સત્તાથી વિમુખ થઈ છે.

 

ત્રીજું, 49 વર્ષ બાદ દેશમાં કોઈપણ રાજ્યમાં ડાબેરી સરકાર રહી નથી. ડાબેરીઓ સંપૂર્ણપણે સત્તામાંથી બહાર થઈ જતા ભારતના રાજકીય નકશામાં મોટો બદલાવ આવ્યો છે.

 

આ ત્રણેય ફેરફારો ભારતીય રાજકારણ માટે નવા યુગની શરૂઆત સમાન ગણાઈ રહ્યા છે અને રાજકીય વિશ્લેષકોના મતે આગામી સમયમાં દેશની રાજનીતિની દિશા નક્કી કરશે.

(3:56 PM IST)