<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા પસાર થઈ રહેલા ત્રણ ઓઇલ ટેન્‍કરો પર ભયાનક હુમલો કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય જળસીમામા તંગદિલીઃ પરિસ્‍થિતિ વધુ વણસી

તહેરાન તા.૨૯: આંતરરાષ્ટ્રીય સ્‍તરે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્‍યા છે. હોર્મુઝની ખાડીમાં પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર અને તંગ બની રહી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાન દ્વારા હોર્મુઝ સમુદ્રી માર્ગમાંથી પસાર થઈ રહેલા ત્રણ મોટા ઓઇલ ટેન્‍કરો પર અચાનક હુમલો કરવામાં આવ્‍યો છે. આ હુમલાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્‍લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય જળસીમા સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે.

મધ્‍ય પૂર્વમાં પહેલાથી જ ચાલી રહેલા સંઘર્ષ વચ્‍ચે ઈરાનના આ આક્રમક પગલાંથી હોર્મુઝ વિસ્‍તારમાં ફરી એકવાર યુદ્ધ જેવી ભયાનક સ્‍થિતિનું નિર્માણ થયું છે. વૈશ્વિક સમુદાય અને ખાસ કરીને ઉર્જા આયાત પર નિર્ભર દેશો આ ગંભીર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

હુમલાનો ભોગ બનેલા ઓઇલ ટેન્‍કરોને કેટલું મોટું નુકસાન થયું છે તેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે પરંતુ સ્‍થિતિ હાલ અત્‍યંત નાજુક બની ગઈ છે.

(10:27 AM IST)