<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ઐતિહાસિક સિખ તીર્થસ્થળોના દર્શન માટે પાકિસ્તાન ગયેલા પંજાબના ત્રણ સિખ યાત્રાળુઓ લાપતા થયા

દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પાકિસ્તાની અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી

નવી દિલ્હી :ગુરુનાનક દેવજીની 557મી જ્યંતિ નિમિત્તે ઐતિહાસિક સિખ તીર્થસ્થળોના દર્શન માટે પાકિસ્તાન ગયેલા પંજાબના ત્રણ સિખ તીર્થયાત્રી ગુમ થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પાકિસ્તાની અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. ગુમ થયેલા યાત્રાળુઓની ઓળખ જલંધનના બિકરસિંહ, તરનતારનના વિક્રમજીતસિંહ અને અમૃતસરના હરપ્રીત સિંહ તરીકે થઈ છે

25 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં સિખ તીર્થયાત્રાળુઓનો એક ગ્રુપ નનકાના સાહિબ (ગુરુ નાનક દેવજીનું જન્મસ્થળ) ગુરુદ્વારા સાહિબ જઈ રહ્યાં હતા. આ યાત્રા દરમિયાન 3 શ્રદ્ધાળુઓ પોતાના ગ્રુપથી અલગ થઈ ગયા હતા. અત્યાર સુધી ગુમ થયેલા આ શ્રદ્ધાળુઓનો કોઈ પત્તો લાગ્યો નથી.

દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ હરમીત સિંહ કાલકાએ ગુમ થયેલા શ્રદ્ધાળુઓ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ શ્રદ્ધાળુઓ પોતાની મરજીથી ગ્રુપથી અલગ થયા કે તેમની સાથે કોઈ અઘટીત ઘટના બની છે તે અંગે હાલ કોઈ કહેવુ મુશ્કેલ છે. જ્યાં સુધી તેમના ઠેકાણા અંગે સ્પષ્ટ માહિતી ના મળે ત્યાં સુધી કંઈ કહેવુ મુશ્કેલ છે.

તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આવી ઘટના બને છે ત્યારે સમગ્ર સિખ સમુદાય અને ગુરુદ્વારા પ્રબંધન સમિતિઓને પરિણામ ભોગવવુ પડે છે. સરકાર સામાન્ય રીતે તમામને એક જ નજરથી જોવે છે. જેથી સાચા શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓ નડે છે. સિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવજીની જન્મજ્યંતિની ઉજવણી કરવા માટે આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા 2339 સિખ યાત્રાળુઓ અટારી-વાઘા બોર્ડના મારફતે પાકિસ્તાન ગયા હતા.

(7:26 PM IST)