તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 29th September 2026
પ્રયાગરાજમાં અતીક અહમદના નજીકના પરિવાર સાથે સંકળાયેલી ત્રણ હજાર ચોરસ મીટરની ગેરકાયદે ગૌશાળા પર યોગી સરકારનું બુલડોઝર ફર્યુ

લખનઉ,તા.૨૯: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિકાસ સત્તામંડળે પૂરામુફતી પોલીસ મથક વિસ્તારના કછાર ક્ષેત્રમાં આશરે ૩,૦૦૦ ચોરસ મીટરમાં બનાવાયેલી ગૌશાળા અને ડેરીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. આ બાંધકામ અતીક અહમદના નજીકના ગણાતા આબિદ પ્રધાનના જમાઈ મોહમ્મદ ઝૈદ સાથે સંકળાયેલું હોવાનું જણાવાયું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ગૌશાળાનો નકશો અને બાંધકામ યોજના સત્તામંડળ પાસેથી મંજૂર કરાવવામાં આવી નહોતી. પ્રતિબંધિત કછાર વિસ્તારમાં મંજૂરી વિના બાંધકામ કરાયું હોવાથી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્થળ ઉપર રહેલી આશરે ૪૦૦ ગાય અને ભેંસોને નગર નિગમની ટીમે સુરક્ષિત રીતે પોતાના સંરક્ષણમાં લીધી હતી. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને પ્રાંતીય સશસ્ત્ર દળના જવાનો તૈનાત રહ્યા હતા.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
