તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વાવાઝોડું, વીજળી અને વરસાદની આગાહી
રાજસ્થાન, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શકયતા

નવી દિલ્હી :હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં વરસાદની અપેક્ષા છે. આગાહી મુજબ પૂર્વીય મધ્યપ્રદેશના વિશાળ વિસ્તારમાં વાવાઝોડું, વીજળી અને વરસાદ થઈ શકે છે. તેવી જ રીતે, છત્તીસગઢના નોંધપાત્ર વિસ્તારમાં વાવાઝોડું, વીજળી અને વરસાદની આગાહી કરવામાં આવી છે, અને આ સ્થિતિ આગામી થોડા દિવસો (23 સપ્ટેમ્બર સુધી) સુધી ચાલુ રહી શકે છે.
જોકે, હવામાન વિભાગે વરસાદને લઈને ચેતવણી આપી છે. રાજસ્થાન, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ગુજરાત, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
