<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ઉત્તર અને મધ્ય ભારતના ૧૧ રાજ્યોમાં આંધી અને વરસાદની આગાહી: કેરળમાં ભારે વરસાદની શકયતાને પગલે એલર્ટ

નવા ચક્રાવાતી સંચારથી ગરમીમાં રાહત મળશે: ૬૦-૭૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

નવી દિલ્હી :હવામાન વિભાગે 1 મે અન આગામી 48 કલાક માટે ધૂળ ભરેલી આંધી, ભારે પવન અને વીજળીના ચમકારા તથા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઘણાં સ્થાનો પર તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે.

 

હવામાન વિભાગ મુજબ, 1 મેએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, છત્તીસગઢ સહીતના 11 રાજ્યોમાં આંધી-વરસાદનો તબક્કો જોવા મળશે. ક્યાંક-ક્યાંક 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

 

આગ્રા, લખનૌ, નોઈડા, ગાઝિયાબાદમાં વરસાદની સાથે આંધીની પણ સંભાવના છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36-39 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. પટના, ગયા, ભાગલપુર સહીતના જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળી અને કરા પડવાની સંભાવનાને લઈને એલર્ટ છે. પટનામાં તાપમાન 32થી 36 ડિગ્રી રહેવાની આશા છે.

 

હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યુ છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વીય રાજ્યોમાં વીજળી અને વાદળોની ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક સ્થાનો પર કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.

 

કેરળમાં વરસાદની સંભાવનાને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે 1,2,3 અને 4 મેના રોજ કેરળમાં ભારે વરસાદ પડશે. આ દરમિયાન 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની, ધૂળ ભરેલી આંધી અને વીજળીની પણ સંભાવના છે.

 

હવામાન વિભાગે ક્હ્યું છે કે આ પ્રકારના પરિવર્તનવાળા હવામાનમાં સતર્ક રહેવાની ઘણી જરૂર છે. ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો ભારે પવન અને વરસાદથી પાકને નુકશાન રોકવાના ઉપાય કરે. યાત્રા પર નીકળેલા લોકો હવામાન અપડેટ ચેક કરે. બાળકો અને વૃદ્ધો ખાસ ધ્યાન રાખે, કારણ કે અચાનક હવામાન બદલાવાથી આરોગ્ય પર અસર પડી શકે છે.

 

(1:50 PM IST)