<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મહારાષ્ટ્રમાં ટિમરુનાં પાન વીણતી ચાર મહિલાને વાઘે ફાડી ખાધી

નવી દિલ્હી તા.૨૩: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શુક્રવારે સવારે ટિમરૃના પાન વીણવા ગયેલી ચાર મહિલાઓ વાઘના હુમલામાં મોતને ભેટી હોવાનું વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું. મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં મોટાપાયે ટિમરૃના વૃક્ષો ઉગી નીકળ્યા છે અને તેના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જેના પગલે આ વિસ્તારમાં બીડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ વિકસ્યો છે.

આ ઘટના સિદેવાહી તાલુકાના ગુંજેવાહી ગામ નજીક આવેલા જંગલના વિભાગ નંબર ૧૮૩૬ વિસ્તારમાં બની હતી, જે જિલ્લા મુખ્યાલયથી આશરે ૭૦ કિમી દૂર આવેલો છે. અધિકારીએ જણાવ્યું કે મહિલાઓને એક જ વાઘે ફાડી ખાધી છે કે એકથી વધુ વાઘોએ, તે હજી સ્પષ્ટ થયું નથી.

(10:02 AM IST)