તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
દેશના સામાન્ય નાગરિકોના અથાગ પ્રયત્નો-રાષ્ટ્રના વિકાસમાં યોગદાન સરાહનીયઃ નરેન્દ્રભાઈ
પીએમ મોદીના ‘મન કી બાત' કાર્યક્રમનો ૧૨૧મો એપિસોડઃ જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ : પર્યાવરણ, જળ સંરક્ષણ, સૌરા ઉર્જા, કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક વારસો સહિતના મુદ્ે મુક્ત મને ચર્ચા

નવી દિલ્હીઃ ગઈકાલે ‘મન કી બાત' કાર્યક્રમમાં નરેન્દ્રભાઈને દેશના સામાન્ય નાગરિકોના અથાગ પ્રયત્નો અને રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનની સરાહના કરી હતી.
પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે એક પેડ મા કે નામ અભિયાન પર ખાસ ભાર મૂકતા જણાવ્યું કે પર્યાવરણને બચાવવા માટે દરેક નાગરિકે એક વળક્ષ ચોક્કસ વાવવું જોઈએ. જળ સંરક્ષણના પ્રયાસોને જન આંદોલન બનાવવાની જરૂરિયાત પર તેમણે વધુ જોર આપ્યું હતું.
તેમણે ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા અંગે દેશમાં વધતા જતા સોલર એનર્જીના ઉપયોગની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સામાન્ય પરિવારો ‘ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના'નો લાભ લઈને આત્મનિર્ભર બની રહ્યા છે.
દેશમાં કૌશલ્ય વિકાસ અને યુવાશક્તિ અંગે નરેન્દ્રભાઈએ જણાવેલ કે ભારતની યુવા પેઢી નવીનતા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જે રીતે પ્રગતિ કરી રહી છે તે અભૂતપૂર્વ છે. સ્ટાર્ટઅપ સંસ્કળતિએ કેવી રીતે દેશના નાના શહેરોમાં પણ ક્રાંતિ લાવી છે તે વિશે તેમણે ચર્ચા કરી હતી.
દેશની સામાજિક એકતા અને સાંસ્કળતિક વારસો અંગે પીએમ મોદીએ દેશના વિવિધ તહેવારો અને સાંસ્કળતિક આયોજનો દ્વારા કેવી રીતે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત થાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વોકલ ફોર લોકલ ના મંત્રને વધુ વેગ આપવા પણ અપીલ કરી હતી.
નરેન્દ્રભાઈએ ‘સ્વચ્છ ભારત મિશન'ને સફળ બનાવવા બદલ તેમણે દેશવાસીઓનો આભાર માન્યો હતો અને તેને એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. ભારતીય ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય સ્તર પરના પ્રદર્શન અને રમતગમત પ્રત્યે દેશમાં વધેલા ઉત્સાહની તેમણે નોંધ લીધી હતી, જે ભારતને ફિટનેસ ક્ષેત્રે પણ આગળ લઈ જઈ રહ્યું છે. વડાપ્રધાનનું સંબોધન એ વાત પર કેન્દ્રિત હતું કે જ્યારે ૧૪૦ કરોડ ભારતીયો એક સાથે એક દિશામાં પ્રયત્ન કરે, ત્યારે રાષ્ટ્રના વિકાસની ગતિ અનેકગણી વધી જાય છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
