<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

તિરૂમલાઃદરરોજ ૧૦૦૦ વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગોને મળશે VIP દર્શનનો લાભ

ભક્‍તોને ૩ મહિના અગાઉ ઓનલાઇન બુકિંગ કરવાની સલાહ અપાઈ છે. આ ટિકિટ સાથે મફત લાડુ પ્રસાદ પણ મળશે, દલાલોથી બચવા માટે ટ્રસ્‍ટે હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૫૭ જાહેર કરીને સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરવા જણાવ્‍યું

તિરૂમલા,તા.૨૭: આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્‍લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તિરૂમલા વેંકટેશ્વર સ્‍વામી એટલે કે તિરૂપતિ બાલાજી મંદિરના વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્‍વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરનું સંચાલન કરતા તિરૂપતિ તિરૂમલા દેવસ્‍થાનમ (TTD) એ સ્‍પષ્ટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગો માટે દરરોજ ૧૦૦૦ Tirupati Free Darshan Tickets ની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ કોઈ પણ પ્રકારની પરેશાની વગર ભગવાનના દર્શનનો લાભ લઈ શકે.

વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગ શ્રદ્ધાળુઓ માટે તિરૂપતિ ફ્રી ટોકનની સત્તાવાર સુવિધા તિરૂપતિ બાલાજી મંદિરમાં દેશ-વિદેશથી આવતા વરિષ્ઠ નાગરિકો અને શારીરિક રીતે અક્ષમ દિવ્‍યાંગ ભક્‍તોની સુવિધાને ધ્‍યાનમાં રાખીને આ મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્‍યો છે. ટીટીડી (TTD) ના સત્તાવાર નિવેદન અનુસાર, આ વિશેષ સુવિધાનો લાભ લેવા માંગતા ભક્‍તોને ૩ મહિના અગાઉથી જ ઓનલાઇન સ્‍લોટ બુકિગ કરવાની સલાહ આપવામાં આવી છે . ઓનલાઈન માધ્‍યમથી સમયસર બુકિગ કરાવવાથી મંદિરમાં પહોંચ્‍યા પછી કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્‍તિ મળી જશે.

ટ્રસ્‍ટે વધુમાં જણાવ્‍યું છે કે આ તમામ વરિષ્ઠ અને દિવ્‍યાંગ નાગરિકોને તિરૂમલા સ્‍થિત પ્રસિદ્ધ 'નમ્‍બી મંદિર' ખાતેથી બપોરે ૩ વાગ્‍યે એક ખાસ વિશેષ દર્શન કતાર (Special Entry Queue) દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ આખી પ્રક્રિયા વહીવટી દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે જેથી વૃદ્ધોને ભીડભાડનો સામનો ન કરવો પડે.

પવિત્ર લાડુ પ્રસાદની વ્‍યવસ્‍થા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અંગે સ્‍પષ્ટતા આ ઓનલાઈન મફત ટિકિટ મેળવનારા દરેક શ્રદ્ધાળુને મંદિર વહીવટી તંત્ર તરફથી ૫૦ રૂપિયાની કિમતનો વિશ્વપ્રસિદ્ધ તિરૂપતિ લાડુ પ્રસાદ પણ વિનામૂલ્‍યે આપવામાં આવશે. છેલ્‍લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર વરિષ્ઠ નાગરિકોના દર્શન બંધ થવા અથવા તેની ફી વધારવા અંગે કેટલાક નકલી મેસેજ અને અફવાઓ વાયરલ થઈ રહી હતી.

તિરૂમલા દેવસ્‍થાનમ બોર્ડે આ તમામ કથિત અહેવાલોને સખત શબ્‍દોમાં નકારી કાઢ્‍યા છે. બોર્ડે ભક્‍તોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા આવા કોઈ પણ ભ્રામક દુષ્‍પ્રચાર પર બિલકુલ વિશ્વાસ ન કરવો. મંદિરમાં દર્શનની વ્‍યવસ્‍થા પહેલાની જેમ જ નિયમિત અને વધુ પારદર્શક બનાવવામાં આવી છે.

તાજેતરના દિવસોમાં અયોધ્‍યા અને તિરૂપતિ જેવા મોટા ધાર્મિક સ્‍થળોએ શ્રીવારી દર્શન અને વીઆઈપી આવાસ અપાવવાના નામે નકલી દલાલો દ્વારા નિર્દોષ શ્રદ્ધાળુઓને ઠગવાના કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે . આ બાબતને ગંભીરતાથી લઈને ટીટીડીએ ભક્‍તોને આવા લેભાગુ તત્‍વોથી અત્‍યંત સાવધ રહેવાની ચેતવણી આપી છે. જો કોઈ વ્‍યક્‍તિ દર્શન કરાવી આપવાની લાલચ આપીને નાણાંની માંગણી કરે, તો તેની સામે તાત્‍કાલિક ફરિયાદ નોંધાવવા જણાવાયું છે.

ટ્રસ્‍ટે ભક્‍તોની સહાયતા માટે એક વિશેષ સત્તાવાર ટોલ-ફ્રી હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૫૫૭ જાહેર કર્યો છે, જેના પર ચોવીસ કલાક માહિતી મેળવી શકાય છે . દલાલો સામે કડક કાનૂની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્‍યા છે. સાચી અને સચોટ માહિતી માટે ભક્‍તોએ માત્ર અને માત્ર દેવસ્‍થાનમની અધિકૃત વેબસાઇટ www.tirumala.org અને https://ttdevastanams.ap.in https://ttdevastanams.ap.in નો જ ઉપયોગ કરવો.

(10:05 AM IST)