News of Tuesday, 30th June 2026
આજે ૩૦ જુનઃ સંસદવાદનો આંતરરાષ્ટ્રીય દિવસઃ લોકશાહી વ્યવસ્થામાં સંસદનું અનેરું મહત્વઃ ક્યાર થી અને શા માટે ઉજવાય છે આ દિવસ...??
શું છે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન....??, સાંસદવાદ એટલે શું....??, સંસદના મુખ્ય કાર્ય શું...??, ભારતે સંસદીય પદ્ધતિ કેમ અપનાવી.....??, ભારતની સંસદ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલ છે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજે ૩૦ મી જૂન સંસદવાદ નો આંતરરાષ્ટ્રીય દિવસ છે. દર વર્ષે ૩૦ જૂન ના રોજ સમગ્ર વિશ્વમાં સંસદવાદ નો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે , આ દિવસની ઉજવણીનો હેતુ લોકશાહી વ્યવસ્થામાં સંસદના મહત્વને ઉજાગર કરવાનો, અને જનપ્રતિનિધિઓની જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો છે. સ્વાભાવિક છે કે આપણને સવાલ થાય કે આ દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ..?
વર્ષ ૨૦૧૮ માં યુનાઈટેડ નેશન્સ
મહાસભાએ એક ઠરાવ પસાર કરી ને દર વર્ષે ૩૦ જૂન ના દિવસ ને સંસદવાદનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા નો નિર્ણય લીધો, ૩૦ જૂન ની તારીખ પસંદ કરવાનું કારણ એ છે કે આ જ દિવસે વર્ષ ૧૮૮૯માં ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન ની સ્થાપના થઈ હતી.
ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન વિશ્વની સૌથી જૂની વૈશ્વિક સંસદીય સંસ્થા છે, જે વિવિધ દેશોની સંસદો વચ્ચે સંવાદ, સહકાર, શાંતિ, લોકશાહી અને માનવ અધિકારોના પ્રોત્સાહન માટે કાર્ય કરે છે.
આપણ ને સવાલ થાય કે સંસદવાદ એટલે શું?
તો સંસદવાદ એ એવી લોકશાહી શાસન પદ્ધતિ છે જેમાં દેશ ના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ સંસદ માં બેસી ને કાયદા બનાવે છે, સરકાર ને જવાબદાર બનાવે છે અને લોકો ના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરે છે , આ પદ્ધતિ માં સરકાર સંસદ પ્રત્યે જવાબદાર હોય છે , જો સરકાર સંસદ નો વિશ્વાસ ગુમાવે, તો તેને સત્તા છોડવી પડે છે.
હવે જો આપણે સંસદના મુખ્ય કાર્યો જોઈએ તો સંસદ કોઈપણ લોકશાહી દેશ નું સૌથી મહત્વપૂર્ણ સંસ્થાન છે , તેના મુખ્ય કાર્યો માં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે
નવા કાયદા બનાવવાં.
જૂના કાયદામાં જરૂરી સુધારા કરવાં.
સરકારના કાર્યો પર નજર રાખવી.
દેશનું વાર્ષિક બજેટ મંજૂર કરવું.
જનતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાં.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી.
સરકાર ને જવાબદાર બનાવવી.
ભારતની સંસદીય વ્યવસ્થા
ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અને અહીં સંસદીય શાસન પદ્ધતિ અપનાવવા માં આવી છે.
ભારતની સંસદના ત્રણ ભાગ છે, પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા
રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા જેમાં લોકસભા સીધી રીતે લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોનું ગૃહ , જે સરકાર રચવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે , નાણાકીય બિલો મુખ્યત્વે લોકસભામાં રજૂ થાય છે.
જ્યારે રાજ્યસભા એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નું પ્રતિનિધિત્વ કરે છે , કાયમી ગૃહ છે , તે ક્યારેય ભંગ થતું નથી , દર બે વર્ષે તેના એક-તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
ઘણાને સવાલ થાય છે ભારતે સંસદીય પદ્ધતિ કેમ અપનાવી...?
ભારતના બંધારણ નિર્માતા ઓ એ બ્રિટનની સંસદીય પદ્ધતિ થી પ્રેરણા લઈને ભારત માટે આ વ્યવસ્થા પસંદ કરી, જેના પણ કારણો છે, સરકાર લોકો પ્રત્યે જવાબદાર રહે, લોકશાહી વધુ મજબૂત બને , વિવિધ રાજ્યો અને સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળે, તેમજ સત્તા પર નિયંત્રણ અને સંતુલન જળવાઈ રહે.
સંસદવાદ ના મુખ્ય સિદ્ધાંતોને જોઈએ તો લોકશાહી, જવાબદારી,પારદર્શિતા, ચર્ચા અને સહમતિ, કાયદા નું શાસન, બંધારણ નું પાલન, જનપ્રતિનિધિત્વ, માનવ અધિકારોનું રક્ષણ. તો સંસદવાદ નું મહત્વ લોકોના અવાજને સરકાર સુધી પહોંચાડે છે , સરકાર ને જવાબદાર રાખે છે, શાંતિપૂર્ણ રીતે મતભેદોનો ઉકેલ લાવે છે ,
કાયદા દ્વારા દેશ નો વિકાસ સુનિヘતિ કરે છે, એટલું જ નહી નાગરિકો ના અધિકારો નું રક્ષણ કરે છે , લોકશાહી મૂલ્યો ને મજબૂત બનાવે છે.
આજના સમયમાં વિશ્વભર ની સંસદો સામે અનેક પડકારો છે , જેમકે ખોટી માહિતી અને ભ્રામક પ્રચાર , રાજકીય ધ્રુવીકરણ , સંસદીય ચર્ચાઓ માં વિક્ષેપ, ભ્રષ્ટાચાર સામે લડત , મહિલા ઓ અને યુવાનો નું ઓછું પ્રતિનિધિત્વ, ટેક્રોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા ના નવા પડકારો.
ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન અંગે જોઈએ તો તેમની સ્થાપના ૩૦મી જૂન, ૧૮૮૯ ના રોજ થઈ હતી, જેનું મુખ્યાલય જીનીવા માં આવેલ છે વિશ્વના લગભગ તમામ સ્વતંત્ર દેશોની સંસદો સભ્ય છે, આ નો મુખ્ય હેતુ સંસદો વચ્ચે સહયોગ, શાંતિ, લોકશાહી અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવું છે.
આજે ૩૦મી જુન સંસદવાદનો આંતરરાષ્ટ્રીય દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ લોકશાહીના મૂળભૂત મૂલ્યોને યાદ કરવાનો અવસર છે, મજબૂત સંસદ, જવાબદાર સરકાર અને જાગૃત નાગરિકો આ ત્રણેય મળીને દેશના સર્વાંગી વિકાસ અને લોકશાહીની સફળતાનો પાયો રચે છે.
મજબૂત સંસદ એટલે મજબૂત લોકશાહી, અને મજબૂત લોકશાહી એટલે સમૃદ્ધ, સુરક્ષિત અને પ્રગતિશીલ રાષ્ટ્ર.
આ દિવસ આપણ ને યાદ અપાવે છે કે લોકશાહી ની સાચી તાકાત માત્ર મતદાન માં નથી, પરંતુ જવાબદાર સંસદ, પારદર્શક શાસન અને સક્રિય નાગરિકોની ભાગીદારીમાં રહેલી છે.
આમ આજનો ૩૦મી જુન નો દિવસ માત્ર ભારત જ નહી વિશ્વભરમાં ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
