<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

એક સાથે ૪ ભાઈઓના એક જ મંડપ નીચે લગ્ન થયા

ભાઈ ભાઈ વટ પાડી દીધો

નાહન તા.૧૭: હિમાચલ પ્રદેશના લગ્નો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્‍યારે હવે વધુ એક લગ્નની ચર્ચા થઈ રહી છે, જ્‍યાં એક જ મંડપમાં ચાર ભાઈઓના લગ્ન થયા છે. એક જ મુહૂર્તમાં ચાર ભાઈઓએ ચાર દુલ્‍હન સાથે લગ્ન કર્યા છે. આ મામલો સિરમૌર જિલ્‍લાના ગિરીપાર વિસ્‍તારનો છે, જ્‍યાં ગત વર્ષે બે ભાઈઓએ એક જ દુલ્‍હન સાથે લગ્ન કર્યા હતા.

જાણકારી અનુસાર, ચાર ભાઈઓના લગ્નની રસમ એક સાથે એક જ મંડપ નીચે સંપન્ન થઈ. કહેવાય છે કે સિરમૌર જિલ્‍લાના ગિરિપાર વિસ્‍તારના શિલ્‍લા ગામના પ્રતાપ ચૌહાણ અને તેમના ભાઈઓએ પોતાના ચાર દીકરાઓના લગ્ન ધૂમધામથી કર્યા. મોટો દીકરો ભવાન સિહ મટિયાનાની શિવાની અને ફૌજી દીકરો રવિન્‍દ્રએ દુગાના ગામની રવીના સાથે સાત ફેરા લીધા હતા. આવી જ રીતે પ્રતાપ ચૌહાણના ભાઈ સુરેન્‍દ્ર સિહના દીકરા વિજય ચૌહાણે બાલીકોટીની પ્રમિલા સાથે અને અજયે બિરાખના ગામની સુનીતા સાથે સાત ફેરા લીધા હતા.

પરંપરાગત રીતિ-રિવાજો સાથે ચાર વરરાજાએ પોતાની જિદગીની નવી શરૂઆત કરી. રસપ્રદ વાત એ છે કે ઘરેથી ચાર વરરાજાની જાન નીકળી તો નજારો જોવા જેવો હતો. પછી સાત ફેરા બાદ એક જ ઘરમાં ચાર દુલ્‍હનોની એન્‍ટ્રી થઈ. આ સૌથી સુંદર ક્ષણ હતી. જ્‍યાં પરિવારના વડીલોએ નવવિવાહિત કપલને આશીર્વાદ આપ્‍યા અને સુખી જીવનની કામના કરી.

ડિસેમ્‍બર ૨૦૨૪માં પણ ચાર ભાઈઓએ કર્યા હતા એક સાથે લગ્ન ડિસેમ્‍બર ૨૦૨૪માં પણ સિરમૌર જિલ્‍લાના ગિરિપારના કમરઉના મુનાણા ગામના ચાર ભાઈઓએ એક સાથે લગ્ન કર્યા હતા. ચાર ભાઈઓની જાન એક સાથે નીકળી હતી અને પછી ચારેય દુલ્‍હનોએ એક સાથે ગૃહપ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ શિલાઈના બે ભાઈઓએ એક જ દુલ્‍હન સાથે લગ્ન કર્યા હતા. સિરમૌરી જોડીદાર પ્રથા અંતર્ગત આ લગ્ન થયા હતા. આ લગ્નની દેશ અને દુનિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.

(10:03 AM IST)