<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ટોલનાકા કૌભાંડ પર ઈડીનો હથોડો ઝીંકાયો : નકલી સોફ્ટવેરથી કરોડોની ગેરકાયદે વસૂલાતના કેસમાં યુપી, એમપી પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યોમાં એકસાથે દરોડા

વાહનચાલકોને નકલી ટોલ રસીદ આપી નાણાં ગબન કર્યાનો આરોપ : દેશભરમાં ચૌદ સ્થળે દરોડાથી ખળભળાટ

નવી દિલ્હી : રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલ પ્લાઝા પર ગેરકાયદે સોફ્ટવેરથી નકલી રસીદ બનાવી કરોડોની આવક છુપાવવાના કેસમાં ઈડીએ સાત રાજ્યોમાં દરોડા પાડ્યા છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ચાલતા કથિત મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાત રાજ્યોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોના કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા છે.

આરોપ છે કે કેટલાક ટોલ પ્લાઝા પર સત્તાવાર વ્યવસ્થાની બહાર ગેરકાયદે સોફ્ટવેર ચલાવી વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવતો હતો. વાહનચાલકોને બનાવટી રસીદ આપવામાં આવતી અને વસૂલાયેલા નાણાંનો સત્તાવાર સરકારી હિસાબમાં સમાવેશ થતો નહોતો. આ રીતે કરોડો રૂપિયાની આવક છુપાવવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે.

તપાસ દરમિયાન કમ્પ્યુટર વ્યવસ્થા, દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને ટોલ વસૂલાતના ડિજિટલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. કેસની શરૂઆત ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી ફરિયાદના આધારે થઈ હોવાનું સામે આવ્યું છે.

ઈડી હવે આ કૌભાંડમાં કોની સંડોવણી હતી, નાણાં ક્યાં મોકલવામાં આવ્યા અને કેટલા ટોલ પ્લાઝા પર આવી વ્યવસ્થા ચાલતી હતી તેની કડી શોધી રહી છે.

(11:17 AM IST)