<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કાલે પૂ.મોરારીબાપુના હસ્‍તે રાજુલ દવે અને બિહારીદાન ગઢવીને એવોર્ડ અપાશે

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણવિધી સમારોહઃ ડો. પ્રદ્યુમન વાજા, ઉત્‍પલ જોશી, ભાગ્‍યેશ જહા, જયેન્‍દ્રસિંહ જાદવ સહિતના ઉપસ્‍થિત રહેશે ‘પદ્મશ્રી'ભીખુદાન ગઢવી અને ‘પદ્મશ્રી' શાહબુદીન રાઠોડની ઉપસ્‍થિતીમાં


 

રાજકોટ, તા. ૮: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્‍ય કેન્‍દ્ર-સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા કાલે તા. ૯ ને બુધવારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ન્‍યુ ઓડિટોરિયમ ખાતે સાંજે પ વાગ્‍યે પૂ. મોરારીબાપુના હસ્‍તે ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય એવોર્ડ' પત્રકાર રાજુલ દવેને તથા ‘લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' લોકગાયક બિહારીદાન ગઢવીને અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં દિપપ્રાગટય અને આર્શિવચન પૂ. મોરારીબાપુ પાઠવશે. અધ્‍યક્ષ સ્‍થાને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્‍પલ જોશી, મુખ્‍ય અતિથી ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઇ વાજા, અતિથી વિશેષ ગુજરાત સાહિત્‍ય અકાદમીનાં અધ્‍યક્ષ ભાગ્‍યેશ જહા, મહામાત્ર જયેન્‍દ્રસિંહ જાદવ તથા પ્રેરક ઉપસ્‍થિતી લોક સાહિત્‍યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હાસ્‍યકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ઉપસ્‍થિત રહેશે.

રાજુલ દવે

રાજુલ ઇશ્વરભાઇ દવેનું નામ સાહિત્‍ય, લોક કલાઓ, પત્રકારત્‍વ અને સામાજિક સેવા સંસ્‍થાઓમાં રસ ધરાવનારા લોકો માટે જરાયે અજાણ્‍યું નથી. સ્‍વાતંત્ર્ય સૈનિક પરિવારમાં તેમનો જન્‍મ થયો. સાયન્‍સના વિદ્યાર્થી (એમ.એસ.સી) એવા રાજુલભાઇએ પત્રકારત્‍વના ક્ષેત્રને ૧૯૮૩ થી ર૦૧પ સુધી ૩૩ વર્ષ વ્‍યવસાય તરીકે સ્‍વીકારેલ હતું. ગુજરાત અને દેશના અગ્રીમ હરોળના અખબારી ગૃહો સાથે તેઓ સંકળાયેલા રહયા હતા. ૧૯૮૫ થી તેમની લેખન પ્રવૃતિનો આરંભ થયો, જે આજ સુધી નિરંતર ચાલુ છે.

બાળપણથી સ્‍વાતંત્ર્ય સેનાની અને એક સમયની ખ્‍યાતનામ પ્રકાશન સંસ્‍થા, ભારતી સાહિત્‍ય સંઘના પ્રણેતા માતુશ્રી વિદ્યાબેન, પિતા ઇશ્વરભાઇ મો. દવે અને ગુજરાતમાં લોકસાહિત્‍યના પ્રવર્તકો પૈકીના એક, જયમલભાઇ પરમારની નિશ્રામાં સાહિત્‍ય, લોકસંસ્‍કૃતિ, લોકસાહિત્‍ય, ચારણી-બારોટી સાહિત્‍ય અને સંતસાહિત્‍યના સંસ્‍કારો રાજુલભાઇને મળતા રહેલા. બાલ્‍યાવસ્‍થાથી તેમને ત્‍યાં અગણિત સાહિત્‍યકારો, કવિઓ, કલાકારો, ઇતિહાસકારો, સામાજિક અગ્રણીઓ જેવા કે વિશ્વ હિંદુ પરિષદના એક સ્‍થાપક તુકડોજી મહારાજ, રવિશંકર મહારાજ, કાકાસાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી, કે. કા. શાષાી, દુલાભાઇ કાગ, મેરૂભા ગઢવી, પિંગળશીભાઇ ગઢવી, રામસિંહજી રાઠોડ, મકરંદભાઇ દવે, અમૃત ઘાયલ સાહેબ વગેરે અનેક આવતા રહે. એમની જ્ઞાનચર્ચાઓ બાળ અને કિશોર માનસમાં ઝીલાતી રહે. ૧૯૭૦ થી ૧૯૭૩ સુધી આચાર્ય રજનીશજી જયારે જયારે રાજકોટ આવતા ત્‍યારે જયમલ્લભાઇને ત્‍યાં તેમનો ઊતારો રહેતો. સૌરાષ્‍ટ્રમાં આચાર્ય રજનીશજી, સ્‍વાનુભાવ આધારિત તેમનું પુસ્‍તક છે. આમ, રાજય તેમજ રાષ્‍ટ્રીય સ્‍તરના અગ્રણીઓની નિશ્રામાં તેમનો ઉછેર થયો છે.

૧૯૭૦ થી ‘ઊર્મિ નવરચના' માસિકલના સંચાલન સાથે સંકળાયા. ૧૯૮ર થી ૧૯૯૧ ના નવ વર્ષો આ સામયિકના  સહતંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો. ૧૯૭૩ માં સમય મળે તેમ એક વર્ષ સુધી દુહાઓનું હાથે લખેલું  રજીસ્‍ટર બનાવ્‍યું. લગભગ એક હજાર દુહાઓનો હસ્‍તલિખિત સંગ્રહ તેમના ગૃહગ્રંથાલયમમાં સચવાયો છે. આ સંગ્રહ જોઇને દુલાભાઇ કાગે આશીર્વાદ આપેલા.

૧૯૮૧ થી આકાશવાણી-રાજકોટ અને ૧૯૮૬ થી દૂરદર્શન ઉપર તેમના વાર્તાલાપો પ્રસારિત થવા શરૂ થયેલા. ૧૯૯૦ માં કાઠી જ્ઞાતિ ઉપર તૈયાર થયેલી તેમની ડોકયુમેન્‍ટરી નેશનલ લેવલે પ્રસારિત થઇ હતી.

પત્રકારત્‍વના વ્‍યવસાય દરમિયાન આર. વેંકટરામન, પી. વી. નરસિંહરાવ, અટલ બિહારી વાજપાઇ, એલ. કે. અડવાણી, મોરારજીભાઇ દેસાઇ, રાજીવ ગાંધી, નરેન્‍દ્રભાઇ મોદી સહિતના અન્‍ય રાજકીય અગ્રણીઓ, દ્વારકા અને કાંચીપીઠના શંકરાચાર્યજી, મોરારીબાપુ, પાંડુરંગદાદા, પ્રમુખ સ્‍વામી મહારાજ જેવી આધ્‍યાત્‍મિક વિભૂતિઓના પરિચયમાં આવવાનું બન્‍યું. તેમના કાર્યક્રમોના કવરેજ જીવનનું અવિસ્‍મરણીય ભાથું બન્‍યા છે.

‘ ઉર્ભિ નવરચના' એટલે ‘ગુજરાતમાં લોકસાહિત્‍યનું ચંદન' તેવી ઉપમા ઇતિહાસકાર -લેખક નરોત્તમ પલાણે આપી હતી.

રાજુલભાઇએ સંપાદિત કરેલા ‘આપણાં લોકગીતો' પુસ્‍તકની પ્રસ્‍તાવના તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લખી આપી હતી.

પુસ્‍તકોના સંકલન-સંપાદનની રાજૂલભાઇમાં આગવી દૃષ્‍ટિ છે. પપ પુસ્‍તકોના સંપાદન ઉપરાંત ૧૩ પુસ્‍તકોના લેખન તેમણે કર્યા છે. તેમના બે પુસ્‍તકો ‘ખાખરેલી સત્‍યાગ્રહ' અને ‘સંત સવારામજીનું પ્રકાશન ગુજરાત સાહિત્‍ય અકાદમીએ કર્યુ છે.

મોરારીબાપુના આદેશથી ‘દુલાભાઇ કાગ એવોર્ડ' ની શરૂઆત થઇ ત્‍યારથી આજસુધી તેના સંકલન અને આયોજનમાં નિષ્‍ઠાપૂર્વકનું જોડાયેલા રહ્યા છે. ર૦ર૪ માં ‘કાગ એવોર્ડ' થકી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ર૦રપ માં લોકસાહિત્‍યના ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રાજકોટના મેયરના હસ્‍તે તેમનું પ્રતિષ્‍ઠિત નાગરિક સન્‍માન કરાયું હતું.

ર૦૧૧-૧ર માં જયમલ્લભાઇ પરમાર શતાબ્‍દી અંતર્ગત, ગુજરાતના વિવિધ શહેરોમાં ર૬ કાર્યક્રમોનું આયોજન તેમણે સામાજિક સહયોગ મેળવીને સફળતાપૂર્વક કર્યુ હતું. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્‍વ ભવનમાં મુલાકાતી અધ્‍યાપક તરીકે ૧૪ વર્ષ તેમણે કામગીરી બજાવી છે.

૧૯૮૯ માં રાજકોટમાં ડો. જયંત પાઠકના અધ્‍યક્ષસ્‍થાને મળેલા ગુજરાતી સાહિત્‍ય પરીષદના સંમેલનની સ્‍વાગત સમીતીના રાજુલભાઇ મંત્રી હતા.

સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમીતીના ર૦૧૯ થી ર૦રર સુધી રાજુલભાઇ પહેલા કાર્યાલય મંત્રી અને પછી મંત્રીપદની જવાબદારી વહન કરી હતી. આ સંસ્‍થાનો ૭૦ વર્ષનો ઇતિહાસ બે ભાગમાં ગ્રંથસ્‍થ થયો છે. તેના લેખન-સંપાદન-પ્રકાશનમાં રાજુલભાઇની ચાવીરૂપ ભુમીકા રહી હતી.

રાજુલભાઇ દવેએ જણાવ્‍યું કે મેઘાણી એવોર્ડ થકી થતુ તેમનું સન્‍માન માત્ર સંશોધક લેખક-પત્રકાર-સંપાદક રાજુલ દવેનું સન્‍માન નથી પરંતુ ઉર્મિનવરચનાની પુરા ર૪ વર્ષની લોકયાત્રા, જયમલ્લભાઇ પરમાર, ઇશ્વરભાઇ  દવે, વિદ્યાબેન દવે અને ઉર્મીનવરચના સાથે જોડાયેલા એસી ઉપરાંત લોકવિદ્યા, લોકસંસ્‍કૃતિ, સાહિત્‍ય ઇતિહાસ પુરાતત્‍વ, લોકસંગીત ક્ષેત્રના લોકોની દિવ્‍ય ચેતનાઓની  પણ ભાવવંદના છે.

બિહારીદાન ગઢવી

લોકગાયીકા બિહારીદાન ગઢવી સુપ્રસિધધ લોકગાયક સ્‍વ.હેમુ ગઢવીના સુપુત્ર છે. બિહારીદાન ગઢવીએ પોતાનો સુર દેશ-વિદેશમાં ગુંજતો કરીને પિતા સ્‍વ. હેમુભાઇ ગઢવીનું નામ રોશન કર્યુ છે. બિહારીદાન ગઢવીના પહાડી અવાજથી અનેક લોકડાયરા , સંતવાણીના કાર્યક્રમો સુપરહીટ થયા છે. બિહારીદાન ગઢવીના સ્‍વર સતત લોકહૈયે ગુંજતો રહયો છે.

(3:50 PM IST)