તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
કાલે ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી બાપુની દિવ્યમુર્તિની પ્રાણપ્રતિષ્ઠા
આજે સાંજે પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય નગરયાત્રા : ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે

રાજકોટ, તા.,૧રઃ જગત જનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળીયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી મહાકાળી માતાજીનો ૧૭મો ભવ્ય પાટોત્સવ તથા આશ્રમના આદ્યસ્થાપક અનંત વિભૂષિત શ્રીમદ્ સદગુરુ પ.પૂ. સંત શ્રી દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુના સાનિધ્યમાં આ પંચદિવસીય મહોત્સવ વિક્રમ સંવત ૨૦૮૨, વૈશાખ વદ-૭, તારીખ ૦૯-૦૫-૨૦૨૬, શનિવારથી વૈશાખ વદ-૧૧, તારીખ ૧૩-૦૫-૨૦૨૬, બુધવાર સુધી ઉજવાશે.
આજે મંગળવારે સવારે ૮.૩૦ કલાકે પ્રાયヘતિ વિધિ સાથે મુખ્ય કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. સવારે ૧૦.૦૦ કલાકે મહા સ્થાપના વિધિ યોજાશે. સાંજે ૪.૦૦ કલાકે પૂ. બાપુની દિવ્ય પાલખી સાથે ચરાડવા ગામમાં ભવ્ય નગરયાત્રા નીકળશે. નગરયાત્રામાં ડીજે, ઢોલ-નગારાં, રાસ-ગરબા અને ભજન મંડળીઓ જોડાશે. સાંજે ૬.૩૦ કલાકે ‘ધાન્યા દિવાસ'નું આયોજન કરવામાં આવ્યું છે.
કાલ. તા.૧૩ ને બુધવારે સવારે ૮.૦૦ કલાકે પંચાગ કર્મ-દેવતા આહવાન પૂજન, ૧૧.૦૦ કલાકે અરણિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી અગ્નિ પૂજન, ૧૧.૩૦ કલાકે ગ્રહશાંતિ વિધિ યોજાશે. બપોરે ૧૨.૨૫ કલાકના વિજય મુહૂર્તમાં પૂ. દયાનંદગીરીજી બાપુની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ ૧૨.૩૦ કલાકે પૂ. ગુરૂજીને અતિપ્રિય એવી ઈનોવા ગાડીનું સ્થાપના-અર્પણ વિધિપૂર્વક થશે. સાંજે ૪.૦૦ કલાકે મહા આરતી અને ૪.૨૫ કલાકે પૂર્ણાહુતિ યોજાશે. રાત્રે ૯.૦૦ કલાકે સંતવાણી આરાધક પ્રિતીબેન વાજા અને ભજનીક મિલનભાઈ પટેલ સાજીંદા ગ્રુપ સાથે ભવ્ય સંતવાણી પ્રસ્તુત કરશે.
પૂ. દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો સંતો-મહંતો અને ભાવિક ભક્તો ઉમટી પડશે. આશ્રમ પરિસરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા તથા મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૯ ૫૦૫૧૫ પર સંપર્ક કરવા વિનંતી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
