<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મુંબઇમાં કુલ ૫૦ ઇંચ

મુંબઈ જળબંબાકાર, વરસાદે છેલ્‍લા ૨૭ વર્ષનો રેકોર્ડ તોડ્‍યો

 

મુંબઇ તા.૭: ૧. મુંબઈમાં રેડ એલર્ટ મુંબઈ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ આપ્‍યું છે. જેમાં ૮ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અને ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્‍યતા છે. પાલઘર માટે ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવ્‍યું છે.

૨. ૨૭ વર્ષનો સૌથી વધુ વરસાદ

૬ જુલાઈ સુધીમાં મુંબઈમાં આ ચોમાસાની ઋતુમાં આશરે ૧૨૪૦ મિલીમીટર વરસાદ પડ્‍યો છે. આ ૨૭ વર્ષમાં અત્‍યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. સામાન્‍ય રીતે આટલો વરસાદ આ સ્‍તર સુધી પહોંચવામાં ખુબ સમય લે છે, પરંતુ આ વખતે તે ૧.૭ ગણો વધુ છે. અગાઉનો રેકોર્ડ ૨૦૦૬નો હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ૨૦૨૬ એ તેને વટાવી ગયો છે.

૩. ૭૫૦ મીમીથી વધુ વરસાદ

૫ જુલાઈના રોજ એક જ દિવસમાં ૨૨૫ મિલીમીટરથી વધુ વરસાદ પડ્‍યો હતો. જેમાં ૨ જુલાઈથી ૬ જુલાઈ સુધી ૫ દિવસમાં ૭૫૦ મીમીથી વધુ વરસાદ પડ્‍યો. જે સામાન્‍ય રીતે ૩૫૦ મીમી જેટલો જ વરસાદ પડતો હતો. દરેક વરસાદી દિવસે સરેરાશ ૭૩ મીમી વરસાદ પડ્‍યો હતો. જે સામાન્‍ય રીતે ૩૫ મીમી જેટલો જ વરસાદ પડતો હતો.

૪. IMDનો ગ્રીડેડ ડેટા

IMDનો ગ્રીડેડ ડેટા ૨૫ કિલોમીટરના વિસ્‍તારનો સરેરાશ આંકડો દર્શાવે છે. આ સાંતાક્રુઝ રેન ગેજના કુલ આંકડાથી મળે છે. પરંતુ સ્‍થાનિક ભારે વરસાદ (વાદળ ફાટવા) ને ઓછું આંકીને બતાવે છે. મતલબ કે, ૨૦૦૫માં સાંતાક્રુઝમાં ૨૪ કલાકમાં ૯૪૪ મીમી વરસાદ પડ્‍યો હતો/ પરંતુ ગ્રીડેડ ડેટા માત્ર ૪૯૨ મીમી દર્શાવે છે. આથી વાસ્‍તવિક વરસાદ ગ્રીડેડ રેકોર્ડ કરતા ઘણો વધારે હોઈ શકે છે.

૫. વરસાદ ઓછો અને વિનાશ વધુ

વર્ષ ૨૦૦૫ થી મુંબઈમાં મોટો ફેરફાર થયો છે. જેમાં વર્ષ ૧૯૭૫ થી આ શહેરનો બિલ્‍ટ-અપ વિસ્‍તાર બમણાથી વધુ થઈ ગયો છે. કોંક્રિટ અને ઇમારતોએ પાણી શોષવાની ક્ષમતા ગુમાવી દીધી છે. જેમાં નાળા અને ડ્રેનેજ સિસ્‍ટમ નાના શહેર માટે બનાવવામાં આવી છે. આથી ઓછા વરસાદને કારણે પહેલા કરતાં વધુ પાણી ભરાઈ રહ્યા છે અને પૂર આવી રહ્યું છે. સોમવારે મુંબઈ એરપોર્ટ પર ૧૭ ફલાઇટ્‍સ રદ કરવામાં આવી હતી અને ૩૬૪ ફલાઇટ્‍સ મોડી પડી હતી. રસ્‍તાઓ, ટ્રેનો અને રોજિંદા જીવન ઠપ્‍પ થઈ ગયું છે.(

(2:48 PM IST)