તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
રાજ્યસભાના ૨૨૬ સાંસદોની કુલ સંપત્તિ ૨૬,૦૪૭ કરોડઃ ૩૧ સાંસદો અબજોપતિ
ADRરિપોર્ટ મુજબ, રાજ્યસભા સાંસદોની સરેરાશ સંપત્તિ ૧૧૫ કરોડથી વધુ છે. ૬૯ રાજ્યસભા સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, તેલંગાણાના સાંસદો સૌથી ધનિક

નવી દિલ્હી,તા.૨૫: ૯૦ ટકાથી વધુ રાજ્યસભા સાંસદો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. ફક્ત ચાર સાંસદો પાસે ૨૦ લાખથી ઓછી સંપત્તિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. ADR એ આ રિપોર્ટ ૨૩૩ વર્તમાન રાજ્યસભા સાંસદોમાંથી ૨૨૬ ના સોગંદનામાના આધારે તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૪ ટકા સાંસદો અબજોપતિ છે. ADR એ ૨૨૬ રાજ્યસભા સાંસદોની સંપત્તિ અને ફોજદારી કેસોનો અહેવાલ આપ્યો છે. આ રિપોર્ટમાં નવા સાંસદોની માહિતી પણ શામેલ છે. આ રિપોર્ટ મુજબ, તમામ ૨૨૬ રાજ્યસભા સાંસદોની કુલ સંપત્તિ ૨૯,૦૪૭ કરોડ છે. દરમિયાન, સાંસદોની સરેરાશ સંપત્તિ ૧૧૫,૨૫ કરોડ છે.
રાજ્યસભાના ૨૨૬ સાંસદોમાંથી, ૬૯, એટલે કે ૩૧%, સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી ૩૬, એટલે કે ૧૬%, સામે ગંભીર આરોપો છે. ગંભીર કેસ એવા છે જેમાં ૫ વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે છે. રાજ્યસભાના એક સાંસદ સામે હત્યાનો કેસ નોંધાયેલ છે. ચાર સાંસદો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. ચાર રાજ્યસભાના સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસ નોંધાયેલા છે. ૧૦૭ (૨૬%) ભાજપના ઉમેદવારોમાંથી ૨૮, ૨૯ (૪૧%) કોંગ્રેસના ઉમેદવારોમાંથી
૧૨, તૃણમૂલ કોંગ્રેસના ૯ (૨૨%) ઉમેદવારોમાંથી ૨, ડીએમકેના ૮ (૨૫%) ઉમેદવારોમાંથી ૨, સપાના ૪ (૫૦%) ઉમેદવારોમાંથી ૨, ટીડીપીના ૪ (૭૫%) ઉમેદવારોમાંથી ૩, બસપા અને સીપીઆઈ (એમ)ના ત્રણેય, આરજેડીના ૩ (૬૭% ઉમેદવારોમાંથી ૨, એઆઈએડીએમકેના ૪ (૨૫%) ઉમેદવારોમાંથી ૧, એનસીપીના ૪ (૨૫%) ઉમેદવારોમાંથી ૧ અને આપના ૩ (૩૩૫) ઉમેદવારોમાંથી ૧ ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે. ભાજપના ૧૪ (૧૩%), કોંગ્રેસના ૮ (૨૮%), તૃણમૂલ કોંગ્રેસના ૨ (૨૨્રુ), ડીએમકેના ૧ (૧૩%), સપાના ૧ (૨૫%), ટીડીપીના ૧ (૨૫%), બસપાના ૧ (૩૩%), સીપીઆઈ(એમ)ના ૨ (૬૭્રુ), એનસીપીના ૧ (૨૫%) અને આપના ૧ (૩૩%) સાંસદો સામે ગંભીર ફોજદારી કેસ છે.
રાજ્યસભાના ૧૦૦ સાંસદો પાસે ૧૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ૪૧ સાંસદો પાસે ૫ થી ૧૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે, ૬૬ સાંસદો પાસે ૧ થી ૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ૧૫ સાંસદો પાસે ૨૦ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફક્ત સાંસદો પાસે ૨૦ લાખ રૂપિયાથી ઓછી સંપત્તિ છે. ૨૨૬ માંથી ૩૧ એટલે કે ૧૪% સાંસદો અબજોપતિ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
