<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

કૅન્સરની ૧૩૭ દવાઓ ઉપર વેપારી માર્જિન ૩૦ ટકા મર્યાદિત: નવમી નવેમ્બરથી નવા ભાવ; દર્દીઓને ૭૦ ટકા સુધી રાહત મળવાની અપેક્ષા

ઉત્પાદકોએ જાહેરનામું પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં સુધારેલા ભાવ સત્તામંડળને જણાવવાના રહેશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નિયત ભાવસૂચિ બહારની કૅન્સરવિરોધી ૧૩૭ દવાઓનું વેપારી માર્જિન મહત્તમ છૂટક કિંમતના ૩૦ ટકા સુધી મર્યાદિત કર્યું છે. રાષ્ટ્રીય ઔષધ ભાવનિર્ધારણ સત્તામંડળના નિર્ણયથી હાલના ભાવમાળખા પ્રમાણે દવાઓની કિંમતોમાં ૭૦ ટકા સુધી ઘટાડો થવાની અપેક્ષા છે. નવા ભાવ ૯ નવેમ્બર, ૨૦૨૬થી અમલમાં આવશે.
    ઉત્પાદકોએ જાહેરનામું પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં સુધારેલા ભાવ સત્તામંડળને જણાવવાના રહેશે. દવાની દુકાનો અને હોસ્પિટલોએ અમલની તારીખથી ઘટાડેલા ભાવ વસૂલવા તથા ભાવસૂચિ દર્શાવવી પડશે. હોસ્પિટલોએ વેબસાઇટ ઉપર પણ ભાવ મૂકવાના રહેશે. રાજ્યના ઔષધ નિયંત્રકોને નિર્ણયના અમલની દેખરેખ રાખવા જણાવાયું છે. ઉત્પાદકોને દવાઓનું વર્તમાન ઉત્પાદન અને પુરવઠો જાળવી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.

(11:32 PM IST)