તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવ વધ્યો :અમેરિકાએ ભારત પર ચીનના 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક'નો ભાગ હોવાનો આરોપ મૂક્યો
વ્હાઇટ હાઉસના અહેવાલમાં ગુજરાત, ચેન્નઈ અને પુણે જેવા ભારતના 3 ઔદ્યોગિક કેન્દ્રો પરથી ચીની માલનો રૂટ બદલી અમેરિકન બજારમાં ઘૂસાડાય છે, જેનાથી તેમને 19 થી 26 અબજ ડોલરનું નુકસાન થાય છે.

અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. રશિયા સાથે ભારતની વધતી નિકટતા અને ક્રૂડ ઓઇલની ખરીદીથી નારાજ અમેરિકાએ હવે ભારત પર ચીનને મદદ પહોંચાડવાનો નવો આક્ષેપ મૂક્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, 'ભારત અમેરિકાના તપાસ રડાર પર છે.' આ અહેવાલમાં ભારત સહિત વિશ્વના લગભગ 40 દેશોને ચીનના 'શેડો ટ્રાન્સ-શિપમેન્ટ નેટવર્ક'નો હિસ્સો ગણાવવામાં આવ્યા છે.
વ્હાઇટ હાઉસના અહેવાલમાં ભારતના ગુજરાત, ચેન્નઈ અને પુણે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને અમેરિકાના સિન્સિનાટી, ડેટન અને કોલંબસ શહેરોની 'અગ્લી સિસ્ટર સિટીઝ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. અમેરિકાનો દાવો છે કે આ કેન્દ્રોમાં પંપ અને કોમ્પ્રેસર બનાવીને ચીની માલનો રૂટ બદલીને અમેરિકન બજારમાં ઘૂસાડવામાં આવે છે. આ ગેરકાયદેસર વ્યવસ્થાથી અમેરિકાના સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અને રોજગારીને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું કહેવાયું છે.
અમેરિકી અહેવાલ 'ધ ગ્રેટ ટ્રાન્સ-શિપમેન્ટ સ્કેમ' મુજબ, અમેરિકા દ્વારા ચીની માલ પર લાદવામાં આવેલા ભારે ટેરિફથી બચવા માટે ચીન ત્રીજા દેશોના રસ્તે પોતાનો માલ અમેરિકા મોકલી રહ્યું છે. પીટર નવારોનો આરોપ છે કે ચીન પોતાના ઉત્પાદનો પર નજીવું પ્રોસેસિંગ, રી-પેકેજિંગ કે રી-લેબલિંગ કરીને અન્ય દેશોના નામે એક્સપોર્ટ કરે છે. આ રમતને કારણે અમેરિકાને દર વર્ષે લગભગ 19 અબજથી 26 અબજ ડોલરની ટેરિફ આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે
અહેવાલ અનુસાર ચીનના આ નેટવર્કમાં ભારત ઉપરાંત મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અમેરિકાના મોટા વ્યાપારિક ભાગીદારો પણ સામેલ છે. અમેરિકી પ્રશાસને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં આવી પ્રવૃત્તિઓમાં સામેલ દેશો પર ભારે દંડ અને પેનલ્ટી લગાવવા માટેના કડક નિયમો લાગુ કરવામાં આવશે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
