તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
UPI સામે વેપારીઓની અનોખી ગાંધીગીરી
૨૦૦૦ રૂપિયા કરતાં વધુના UPI પેમેન્ટ પર ૦.૪ ટકા MDR ભરવાના વિરોધમાં બીજી ઓક્ટોબરે કોઈ પણ વેપારી ઓનલાઇન પેમેન્ટ નહીં સ્વીકારે

નવી દિલ્હી તા.૨૪: સરકારે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા કોઈ પણ ખરીદી પર કરવામાં આવતા ૨૦૦૦ રૂપિયા કરતાં વધુના પેમેન્ટ પર હવે ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લેવાનું ઠેરવ્યું છે, જેનો વેપારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ સરકારને આ પ્ઝય્ હટાવી લેવા જણાવી રહ્યા છે. હવે આ માટે વેપારીઓ ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે NO UPI DAYનું આંદોલન કરવાના છે. એ દિવસે તેઓ શ્ભ્ત્થી એક પણ પેમેન્ટ નહીં સ્વીકારે એટલું જ નહીં, વેપારીઓને હાકલ કરવામાં આવી છે કે તેમની આ લડતની જાણ આમ જનતાને થાય એ માટે દરેક દુકાનદાર તેની દુકાનના એન્ટ્રન્સ અને કેશ કાઉન્ટર પર આ પોસ્ટર લગાડે.
વેપારીઓને હાકલ કરતાં કહેવાયું છે કે એક વેપારીનો અવાજ કદાચ ન સંભળાય, પણ જ્યારે લાખો વેપારીઓ એકસાથે આ આંદોલન કરશે ત્યારે સરકારે આખરે તેમની માગણી માનવી જ પડશે.
આ બાબતે ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘અમે ફાઇનેન્સ મિનિસ્ટ્રી દ્વારા લાદવામાં આવેલા આ શ્ભ્ત્ ટ્રાન્ઝેક્શન ચાર્જનો સખત વિરોધ કરીએ છીએ. વેપારીઓ પર આ રીતનો વધારાનો બોજ નાખવો ખોટું છે. એને કારણે લોકો ફરી એક વાર કેશમાં વ્યવહાર કરશે. પેમેન્ટ માટે UPI અસરકારક, ટ્રાન્સપરન્ટ અને સેફ માધ્યમ છે. એના વપરાશ પર ચાર્જિસ ન નાખવા જોઈએ. અત્યાર ભલે એ ચાર્જિસ સાવ મામૂલી લાગતા હોય, પણ આગળ જતાં શક્ય છે કે સરકાર માટે એ આવકનું મુખ્ય સાધન બને અને એમાં વધારો પણ થાય. અમારું કહેવું છે કે UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ ચાર્જિસ ન હોવા જોઈએ.'
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
