<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

પરંપરાગત વ્રતથી ગ્‍લેમરસ ઉજવણી સુધી... ફિલ્‍મી સિતારાઓએ પણ પ્રેમ અને શ્રદ્ધાના રંગે રંગાઈને કરી કરવા ચોથની ઉજવણી

કરવા ચોથનો રંગ, બોલિવૂડના સંગે ઐશ્વર્યા રાયથી કરીના કપૂર અને શિલ્‍પા શેટ્ટી સુધી... બોલિવૂડની સુંદરીઓ પર છવાયો કરવા ચોથનો રંગ! પ્રેમ, પતિ પ્રત્‍યેની શ્રદ્ધા અને પરંપરાગત સંસ્‍કળતિનો સંગમ ફિલ્‍મી સિતારાઓની કરવા ચોથની ઉજવણી પણ બની છે આકર્ષણનું કેન્‍દ્ર ફિલ્‍મી પડદાએ કરવા ચોથને આપી નવી ઓળખ! ‘દિલવાલે દુલ્‍હનિયા લે જાયેંગે'થી ‘કભી ખુશી કભી ગમ' સુધી... બોલિવૂડની ફિલ્‍મોએ વ્રતને બનાવ્‍યું પ્રેમનું પ્રતીક, અભિનેત્રીઓની પરંપરાગત અદાઓએ ઉજવણીને આપ્‍યો ગ્‍લેમરનો નવો રંગ! સંસ્‍કળતિની સુવાસ, પ્રેમનો અહેસાસ અને બોલિવૂડનો ગ્‍લેમર!

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતીય સંસ્‍કળતિમાં કરવા ચોથનું પર્વ પતિ ના લાંબા આયુષ્‍ય, દામ્‍પત્‍ય પ્રેમ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. જોકે, બોલિવૂડની ફિલ્‍મોએ આ પરંપરાગત વ્રતને માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રાખતાં તેને પ્રેમ, લાગણી અને રોમેન્‍ટિક ઉજવણી સાથે એક નવી ઓળખ આપી છે.

ઉત્તર ભારતમાં ખાસ લોકપ્રિય આ તહેવાર આજે બોલિવૂડની ચમક ધમક વચ્‍ચે પણ વિશેષ ઓળખ ધરાવે છે. ફિલ્‍મી પડદાથી લઈને અભિનેત્રીઓની અંગત ઉજવણીની તસવીરો સુધી, કરવા ચોથ ભારતીય મનોરંજન જગતમાં પણ ચર્ચાનો વિષય બનતું રહ્યું છે.

પરંપરાગત લાલ સાડી, હાથમાં મહેંદી, કંકુ, બંગડીઓ, સુંદર પૂજાની થાળી અને રાત્રે ચંદ્રદર્શનラઆ બધાં દૃશ્‍યો બોલિવૂડની ફિલ્‍મો અને ટેલિવિઝનના માધ્‍યમથી દેશભરના દર્શકો સુધી પહોંચ્‍યાં છે.  પરિણામે કરવા ચોથની ઉજવણીને ધાર્મિક પરંપરાની સાથે એક સાંસ્‍કળતિક અને સામાજિક ઓળખ પણ મળી છે.

ફિલ્‍મી પડદાએ કરવા ચોથને આપી નવી ઓળખ

બોલિવૂડની અનેક લોકપ્રિય ફિલ્‍મોમાં કરવા ચોથના દૃશ્‍યો દર્શાવવામાં આવ્‍યા છે. આ દૃશ્‍યોમાં પત્‍નીનું વ્રત, પતિ પ્રત્‍યેની લાગણી, ચંદ્રદર્શન અને દાંપત્‍યજીવનની ભાવનાત્‍મક ક્ષણોને ખાસ સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

ખાસ કરીને ૧૯૯૦ના દાયકાથી હિન્‍દી સિનેમામાં પરંપરાગત ભારતીય પરિવાર, લગ્ન અને પતિ-પત્‍નીના સંબંધોને કેન્‍દ્રમાં રાખતી ફિલ્‍મોએ કરવા ચોથને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરી. ફિલ્‍મોમાં દર્શાવાતી આ ઉજવણીને કારણે અનેક લોકો માટે આ પર્વની વિધિઓ અને પરંપરાઓ વધુ પરિચિત બની.

નેમા તથા લોકપ્રિય સંસ્‍કળતિ પર કેવી છાપ છોડી

દિલવાલે દુલ્‍હનિયા લે જાયેંગે : પ્રેમ માટે રાખેલું વ્રત અને રાજ-સિમરનની યાદગાર ક્ષણ, વર્ષ ૧૯૯૫માં આવેલ ફિલ્‍મ ‘દિલવાલે દુલ્‍હનિયા લે જાયેંગ' જેમાં શાહરુખ ખાન, કાજોલ એ અભિનય કર્યો હતો. હિન્‍દી સિનેમામાં કરવા ચોથના સૌથી યાદગાર દૃશ્‍યોમાં આ ફિલ્‍મનું સ્‍થાન છે. સિમરન અન્‍ય યુવક સાથે સગાઈ થયેલી હોવા છતાં રાજ માટે ગુપ્ત રીતે વ્રત રાખે છે. ચાંદના દર્શન અને રાજના હાથે વ્રત ખોલવાની ક્ષણ તેમના પ્રેમને એક રોમેન્‍ટિક અભિવ્‍યક્‍તિ આપે છે. આ દૃશ્‍યમાં પરંપરાગત વ્રત અને પરિવારની મર્યાદાઓ વચ્‍ચે પ્રેમની લાગણી સુંદર રીતે રજૂ થાય છે.

હમ આપકે હૈ કૌન..!  પરિવાર, પ્રેમ અને પરંપરાની મસ્‍તીભરી ઉજવણી

વર્ષ ૧૯૯૪માં આવેલ અને માધુરી દીક્ષિત, સલમાનખાન અભિનીત આ ફિલ્‍મમાં ‘માયે ની માયે' ગીત અને માધુરી-સલમાન વચ્‍ચેની હળવી મજાક તથા પ્રેમાળ અદાઓ દ્વારા ઉત્‍સવનો માહોલ સર્જાય છે. ફિલ્‍મનો પારિવારિક માહોલ, પરંપરાગત વષાો અને સંગીત ભારતીય લગ્નોત્‍સવો તથા તહેવારોની રંગતને સુંદર રીતે રજૂ કરે છે. કરવા ચોથ સાથે જોડાયેલા ફિલ્‍મી પ્રસંગોમાં આ ફિલ્‍મનો ઉલ્લેખ તેની પરંપરાગત અને પારિવારિક રજૂઆતને કારણે થાય છે.

દિલ તો પાગલ હૈ : રોમાન્‍સ અને સંગીતથી ભરેલી ફિલ્‍મ,વર્ષ૧૯૯૭માં આવેલ  શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, કરિશ્‍મા કપૂર અભિનીત આ ફિલ્‍મ પ્રેમ, લાગણીઓ અને નળત્‍યસંગીત માટે જાણીતી છે. જોકે, કરવા ચોથની ઉજવણી દર્શાવતી ફિલ્‍મોની યાદીમાં તે ખાસ જાણીતી નથી.

યસ બોસ : જ્‍યારે વ્રત પ્રેમની લાગણીઓને ઉજાગર કરે છે, ૧૯૯૭માં આવેલ આ ફિલ્‍મમાં  શાહરુખ ખાન, જુહી ચાવલાએ અભીનય કર્યો હતો. આ ફિલ્‍મમાં કરવા ચોથ સાથે જોડાયેલો પ્રસંગ નાયક-નાયિકાની લાગણીઓને સમજવામાં મદદરૂપ બને છે. હળવી નોક ઝોક અને રોમેન્‍ટિક સંવાદો વચ્‍ચે પ્રેમની અનુભૂતિ આગળ વધે છે. આ પ્રકારનાં દૃશ્‍યો દ્વારા હિન્‍દી સિનેમાએ વ્રતને માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ પ્રેમ વ્‍યક્‍ત કરવાના પ્રસંગ તરીકે પણ રજૂ કર્યું.

હમ દિલ દે ચુકે સનમ : ‘ચાંદ છુપા બાદલ મેં' અને પ્રેમની ચાંદની રાત, ૧૯૯૯માં આવેલ આ ફિલ્‍મમાં ઐશ્વર્યા રાય, સલમાન ખાન, અજય દેવગણે અભીનય કર્યો હતો . સંજય લીલા ભણસાલીની આ ફિલ્‍મમાં નંદિની અને સમીરની પ્રેમકથા સાથે કરવા ચોથનો પ્રસંગ રોમેન્‍ટિક અંદાજમાં રજૂ થાય છે.  ‘ચાંદ છુપા બાદલ મેં' ગીતમાં ચાંદ, પ્રેમ અને એકબીજાની નિકટતા સુંદર દૃશ્‍યાવલિ સાથે રજૂ થાય છે. આ ફિલ્‍મની ખાસિયત એ છે કે વ્રતની પરંપરા સાથે પ્રેમની જટિલ લાગણીઓ પણ જોડાયેલી છે. નંદિનીના જીવનમાં પ્રેમ અને લગ્નજીવન વચ્‍ચે ઊભી થતી મૂંઝવણને કારણે આ પ્રસંગ માત્ર ગ્‍લેમર પૂરતો સીમિત રહેતો નથી.

બીવી નંબર ૧ : વ્રતની શ્રદ્ધા સામે લગ્નજીવનની કસોટી...૧૯૯૯માં આવેલ આ ફિલ્‍મમાં કરિશ્‍મા કપૂર, સલમાન ખાન, સુષ્‍મિતા સેને અભિનય કર્યો હતો. આ ફિલ્‍મમાં પૂજા પોતાના પતિ પ્રેમ માટે કરવા ચોથનું વ્રત રાખે છે, જ્‍યારે પતિના અન્‍ય સંબંધને કારણે તેમના લગ્નજીવનમાં તણાવ ઊભો થાય છે.  બીજી તરફ, રૂપાલી સાથેના સંબંધને છુપાવવાનો પ્રયાસ હાસ્‍ય અને ગૂંચવણ પેદા કરે છે. આ પ્રસંગ વ્રતની પવિત્રતા અને સંબંધોમાં વિશ્વાસના મહત્ત્વ વચ્‍ચેનો વિરોધાભાસ દર્શાવે છે.

કભી ખુશી કભી ગમ : ‘બોલે ચૂડિયાં'માં પરંપરા, પરિવાર અને ગ્‍લેમરનો સંગમ કાજોલ, શાહરુખ ખાન, કરીના કપૂર, હૃતિક રોશન અભિનીત આ ફિલ્‍મ ૨૦૦૧માં આવી હતી. કરણ જોહરની આ ફિલ્‍મ કરવા ચોથની ભવ્‍ય ઉજવણી માટે ખાસ યાદ કરવામાં આવે છે. ‘બોલે ચૂડિયાં ' ગીતમાં રંગબેરંગી પરંપરાગત વષાો, ઘરેણાં, નળત્‍ય અને પરિવારના સભ્‍યોની હાજરી ઉત્‍સવને વિશાળ અને યાદગાર બનાવે છે. અંજલિ પોતાના પતિ રાહુલ માટે વ્રત રાખે છે. કરીના કપૂર અને હૃતિક રોશનની જોડીએ પણ ગીતની ગ્‍લેમરસ રજૂઆતને આકર્ષક બનાવી. ફિલ્‍મે કરવા ચોથને પરિવારના મિલન, પ્રેમ અને ઉજવણીના ભવ્‍ય પ્રસંગ તરીકે રજૂ કર્યું.

બાગબાન : દૂર હોવા છતાં અતૂટ પ્રેમની ભાવુક કહાની,  અમિતાભ બચ્‍ચન અને હેમા માલિની અભિનીત આ ફિલ્‍મ ૨૦૦૩માં આવી હતી. ‘બાગબાન'માં કરવા ચોથનો પ્રસંગ યુવાન પ્રેમીઓના રોમાન્‍સ કરતાં અલગ છે.  રાજ અને પૂજા વળદ્ધાવસ્‍થામાં એકબીજાથી દૂર રહેવા મજબૂર બને છે, છતાં બંને એકબીજા માટે વ્રત રાખે છે. ચાંદ દેખાયા પછી ફોન પર વાત કરતાં બંને વચ્‍ચેનો લાગણીસભર સંબંધ ઉજાગર થાય છે. આ દૃશ્‍ય દર્શાવે છે કે દામ્‍પત્‍ય પ્રેમ માત્ર શણગાર કે ઉત્‍સવમાં નહીં, પરંતુ વર્ષોના સાથ, સમર્પણ અને એકબીજાની ચિંતા કરવામાં પણ વસે છે.

ઇશ્‍ક વિશ્‍ક : યુવા પ્રેમમાં વ્રત અને લાગણીઓની નવી અભિવ્‍યક્‍તિ,  અમળતા રાવ અને શાહિદ કપૂર અભિનીત આ ફિલ્‍મ પણ ૨૦૦૩માં આવી હતી. આ ફિલ્‍મમાં પાયલ રાજીવ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ પ્રસંગમાં લગ્નિત દંપતીને બદલે યુવાન પ્રેમની નિર્દોષતા અને લાગણીને કેન્‍દ્રમાં રાખવામાં આવી છે. પાયલની ભાવનાઓ અને રાજીવની પ્રતિક્રિયા દ્વારા વ્રતને યુવા પેઢીની પ્રેમાભિવ્‍યક્‍તિ સાથે જોડવામાં આવ્‍યું છે. આ રજૂઆત પરંપરાગત રિવાજને ફિલ્‍મી રોમાન્‍સના નવા સંદર્ભમાં મૂકે છે.

એનિમલ : આધુનિક સિનેમામાં પરંપરાનું ગંભીર અને જટિલ ચિત્રણ રશ્‍મિકા મંદાના, રણબીર કપૂર અભિનીત આ ફિલ્‍મ ૨૦૨૩માં આવી હતી. મંદાના, રણબીર કપૂર ‘એનિમલ'માં ગીતાંજલિ પોતાના પતિ રણવિજય માટે કરવા ચોથનું વ્રત રાખે છે, પરંતુ ફિલ્‍મની હિંસા, તણાવ અને જટિલ દામ્‍પત્‍ય સંબંધોની વચ્‍ચે આ વિધિ એક અલગ જ ભાવનાત્‍મક અર્થ ધારણ કરે છે. અહીં વ્રતને માત્ર રોમેન્‍ટિક ઉત્‍સવ તરીકે નહીં, પરંતુ મુશ્‍કેલ સંબંધમાં રહેલી શ્રદ્ધા, સમર્પણ અને આંતરિક સંઘર્ષના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્‍યું છે.

અન્‍ય હિન્‍દી ફિલ્‍મો અને ટેલિવિઝન

હિન્‍દી ફિલ્‍મો ઉપરાંત ટેલિવિઝનની પારિવારિક ધારાવાહિકોમાં કરવા ચોથના પ્રસંગો વારંવાર દર્શાવવામાં આવ્‍યા છે.  સજાવટ, સામૂહિક પૂજા, વ્રતકથા અને ચંદ્રદર્શનનાં દૃશ્‍યોને કારણે આ પર્વ ઘરઘરમાં વધુ પરિચિત બન્‍યું છે.

બોલિવૂડ ની અભિનેત્રીઓ અને કરવા ચોથની ઉજવણી : બોલિવૂડની અનેક અભિનેત્રીઓ કરવા ચોથની ઉજવણીને કારણે દર વર્ષે સમાચારોમાં રહે છે. તેમની પરંપરાગત વેશભૂષા, પૂજાની તસવીરો અને પતિ સાથેની ક્ષણો ચાહકોનું ધ્‍યાન ખેંચે છે.

શિલ્‍પા શેટ્ટી અને રાજ કુન્‍દ્રા : શિલ્‍પા શેટ્ટી કરવા ચોથની ઉજવણીમાં ભાગ લેવા માટે જાણીતી છે. વર્ષ ૨૦૨૫માં તેમણે સુનીતા કપૂરના ઘરે યોજાયેલી સામૂહિક ઉજવણીમાં ભાગ લીધો હતો.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ : વર્ષ ૨૦૨૫માં પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં પતિ નિક જોનાસ સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી. આ દર્શાવે છે કે ભારતીય પરંપરાઓ વિદેશમાં રહેતા ભારતીય પરિવારોમાં પણ જળવાઈ રહી છે.

રવીના ટંડને પણ વર્ષ ૨૦૨૫માં મુંબઈમાં યોજાયેલી કરવા ચોથની ઉજવણીમાં ભાગ લીધો હતો

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા : વર્ષ ૨૦૨૫માં પરિણીતી ચોપરાએ પતિ રાઘવ ચઢ્ઢા સાથે કરવા ચોથની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

બોલિવૂડની આ ફિલ્‍મો કરવા ચોથના અલગ-અલગ રંગો દર્શાવે છેラકયાંક પ્રેમની ગુપ્ત અભિવ્‍યક્‍તિ, કયાંક લગ્નજીવનની મીઠાશ, કયાંક પરિવારની ભવ્‍ય ઉજવણી, તો કયાંક વિયોગ અને સમર્પણની લાગણી.

ફિલ્‍મોએ આ પર્વને લોકપ્રિય સંસ્‍કળતિમાં વિશેષ સ્‍થાન અપાવ્‍યું છે. જોકે, કરવા ચોથનું વાસ્‍તવિક મહત્ત્વ માત્ર ફિલ્‍મી ગ્‍લેમરમાં નહીં, પરંતુ શ્રદ્ધા, પરંપરા અને સંબંધોમાં રહેલી લાગણીમાં છે.

પરંપરા અને આધુનિકતાનો સંગમ

બોલિવૂડમાં કરવા ચોથની ઉજવણી હવે માત્ર લાલ સાડી, શણગાર અને ચંદ્રદર્શન પૂરતી સીમિત નથી. કેટલાક યુગલો આ પર્વને પરસ્‍પર પ્રેમ, સમાનતા અને એકબીજાની કાળજી લેવાના પ્રતીક તરીકે પણ ઉજવે છે. આજે સોશિયલ મીડિયાના માધ્‍યમથી ફિલ્‍મી હસ્‍તીઓની ઉજવણીની તસવીરો દેશ-વિદેશમાં પહોંચે છે.  તેના કારણે ફેશન, પરંપરાગત વષાો અને પૂજાની રીતો અંગે પણ લોકોમાં રસ વધે છે.

જોકે, ફિલ્‍મોમાં દર્શાવાતી ભવ્‍ય ઉજવણી દરેક પરિવારની વાસ્‍તવિક પરંપરાનું પ્રતિનિધિત્‍વ કરતી નથી, પરંતુ કરવા ચોથનું મૂળ મહત્ત્વ વ્‍યક્‍તિની શ્રદ્ધા અને પરિવારની માન્‍યતાઓમાં રહેલું છે.

આમ કરવા ચોથ અને બોલિવૂડનો સંબંધ ભારતીય સિનેમામાં પ્રેમ, પરિવાર અને પરંપરાના ચિત્રણનું એક નોંધપાત્ર ઉદાહરણ છે, કેટલીક ફિલ્‍મોએ આ પર્વને અલગ-અલગ ભાવનાત્‍મક સ્‍વરૂપોમાં રજૂ કર્યું છે. એક તરફ ધાર્મિક શ્રદ્ધા અને પરંપરા છે, તો બીજી તરફ ફિલ્‍મી ગ્‍લેમર, ફેશન અને આધુનિક સંબંધોની અભિવ્‍યક્‍તિ છે.

(3:46 PM IST)