તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
કચ્છના ખાવડા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૭ શ્રમિકોના કરુણ મોત : પૂ. મોરારિબાપુએ મૃતકોના પરિવારજનોને પાઠવી દિલસોજી અને જાહેર કરી આર્થિક સહાય
ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોના પરિવારજનો માટે સહાયતા રાશિ અર્પણ કરાઈ : કંપની પાસેથી વિગતો મેળવીને મુંબઈના રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે સહાય

મુંબઈ: કચ્છમાં ખાવડા પાસે ગત રાત્રીના સુમારે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોથી ખીચોખીચ ભરેલ પીકઅપ વાન અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત થતા પ્રાપ્ત માહિતી મુજબ ૭ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. નાના પીકઅપ વાનમાં ૩૦ જેટલા શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા, જે પૈકી ૭ શ્રમિકોના જીવ ગયા છે.
આ કરુણ અકસ્માતમાં મરણ પામનાર ઉત્તર પ્રદેશ અને બિહારનાં આ શ્રમિકોને પૂ. મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી રૂ. ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સંબંધિત કંપની પાસેથી વિગતો મેળવીને આ સહાયતા રાશિ શ્રમિકોનાં પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે. આ નાણાકીય સહાયની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતા દ્વારા કરવામાં આવી છે. પૂ. મોરારિબાપુએ દિવંગતોના આત્માની શાંતિ માટે ભગવાન હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
