તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
દિલ્હીમાં ડિપ્લોમેસીનો દાવઃ હોર્મુઝ કટોકટી ઉકેલવા ભારત મંડપમમાં બ્રિક્સ દેશોનો જમાવડો
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલના સંકટ વચ્ચે જયશંકરની આગેવાનીમાં ૧૧ શક્તિશાળી દેશોની મહત્ત્વની બેઠક

નવી દિલ્હી, તા.૧૩: વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને તેના કારણે વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા ભડકા વચ્ચે, ભારત આજે વિશ્વ રાજનીતિના કેન્દ્રમાં છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ૧૪ અને ૧૫ મે દરમિયાન ૧૮મી બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક યોજાવા જઈ રહી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક માત્ર રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટીનો ઉકેલ શોધવા માટેનો એક મોટો મંચ છે.
બે દિવસીય આ સમિટના પ્રથમ દિવસે સભ્ય દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક પડકારો પર ગહન ચર્ચા થશે. બપોરે તમામ દેશોના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેવા તીર્થ ખાતે મુલાકાત કરશે, જ્યાં ભારત પヘમિ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પોતાનો રોડમેપ રજૂ કરી શકે છે. ખાસ કરીને ઈરાન અને યુએઈના પ્રતિનિધિઓની હાજરી આ બેઠકને અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક બનાવે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ આ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહી વૈશ્વિક શક્તિ સંતુલન પર ચર્ચા કરશે.
ભારત આ વર્ષે ૧૧ સભ્યો ધરાવતા આ શક્તિશાળી જૂથનું નેતળત્વ કરી રહ્યું છે. હોર્મુઝની કટોકટી જો લાંબી ખેંચાય તો ભારત સહિત અનેક દેશોમાં ગેસ અને ઇંધણની ભારે અછત સર્જાવાની ભીતિ છે. આ સંજોગોમાં, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત અને ઈન્ડોનેશિયા જેવા દેશો સાથે મળીને ભારત એક એવો સર્વસંમતિ ધરાવતો પ્રસ્તાવ તૈયાર કરવા માંગે છે, જે યુદ્ધના ભણકારાને શાંત કરી શકે. BRICS @ 20 થીમ હેઠળ યોજાનારી આ બેઠક નક્કી કરશે કે આવનારા દિવસોમાં વિશ્વની અર્થવ્યવસ્થા અને સુરક્ષા કઈ દિશામાં જશે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
