હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૪ પરિવારના ૮ લોકો વચ્ચે કિડનીની લેવડદેવડ
કાશ્મીર, દિલ્હી, બિહાર અને નાગાલેન્ડના દરદીઓના સ્વજનોએ એકમેકના સ્વજનને આપી કિડની : મેડિકલ જગતમાં જબરજસ્ત પડકારજનક અને રેર ફોર-વે સ્વોપ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું દિલ્હીમાં

દિલ્હીના સાકેતમાં આવેલી મેક્સ સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલમાં ૧૩ જુલાઈએ કિડની-ટ્રાન્સપ્લાન્ટની ચેઇન-સર્જરીનો એક પડકારજનક ટાસ્ક થયો હતો જે સફળ થયો હતો. ૪ પરિવારના કુલ ૮ લોકો વચ્ચે કિડનીની લેણદેણનું એવું ગૂંચળું સફળતાથી પાર પડ્યું કે ચારેય કિડનીના દરદીઓને નવું જીવન મળ્યું.
આ નોર્થ ઇન્ડિયાનું પહેલું સફળ ફોર-વે સ્વોપ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે જેમાં એક દિવસમાં ૪ દાતાઓના શરીરમાંથી કિડની કાઢીને ૪ દરદીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. સામાન્ય રીતે દરદીને તેના સ્વજન થકી જ અંગદાન થાય એવો કાયદો ભારતમાં છે. જોકે જ્યારે મેડિકલ ગ્રાઉન્ડ પર સ્વજન થકી અંગદાન શક્ય ન હોય ત્યારે કોર્ટની પરવાનગી લઈને અન્ય કોઈ દરદીના સ્વજન સાથે મેચ કરીને સ્વોપ કરી શકાય છે. દિલ્હીમાં આવું સ્વોપિગ બે દરદીઓના સ્વજનો વચ્ચે નહીં પણ ચાર સ્વજનો વચ્ચે થયું હતું. દરદીઓ પણ એકદમ અલગ-અલગ જગ્યાએથી એટલે કે જમ્મુ-કાશ્મીર, દિલ્હી, નાગાલેન્ડ અને બિહારના હતા. આ માટે ચારેય પરિવારોએ લાંબી કાયદાકીય લડત લડી હતી. પોતાના સ્વજન સાથે કિડની મેચ ન થતી હોવાથી એકબીજાના દરદી સાથે એનું મેચિગ કરવાની પ્રોસેસથી લઈને મેડિકલ કોમ્પ્લિકેશન્સનાં લગભગ ૩ મહિનાના સંઘર્ષ પછી ફોર-વે કિડની-સ્વોપ શક્ય બન્યું હતું.
મંદિર પાસે વીજનો થાંભલો પડતાં કરંટ ફેલાયો હોવાની અફવાએ લીધો સાતનો જીવમંદિર પાસે વીજનો થાંભલો પડતાં કરંટ ફેલાયો હોવાની અફવાએ લીધો સાતનો જીવ
હવે આ ચારેય દરદીઓ અને તેમને કિડની આપનારાં સ્વજનો સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયાં છે, પરંતુ ચારેય પરિવારો ત્રણ મહિનામાં જે લીગલ અને મેડિકલ સંઘર્ષોમાંથી પસાર થયાં એ કોઈ ફિલ્મી કહાણી અને પરિકલ્પનાથી કમ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
