તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ટ્રાન્સજેન્ડર સમુદાયને ‘નેગ' કે ‘બધાઈ' માંગવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી
અલ્હાબાદ હાઈકોર્ટે કિન્નરોની બધાઇ પ્રથાને લઇને આપ્યો મોટો ચુકાદોઃ નેગ ઉઘરાવવા માટે વિસ્તાર નક્કી કરી આપવાની માંગને કોર્ટે નકારી : બળજબરીથી નાણાં માંગવા એ IPC હેઠળ ફોજદારી ગુનો ગણાશેઃ અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર મહિલા રેખા દેવીની અરજી ફગાવી દીધી

પ્રયાગરાજ,તા.૨૯: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે એક સીમાચિホરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા શુભ પ્રસંગોએ માંગવામાં આવતી 'બધાઈ' અથવા 'નેગ' (Neg) એ કોઈ કાનૂની અધિકાર નથી. કોર્ટે જણાવ્યું કે બળજબરીથી આવી માંગણી કરવી એ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ફોજદારી ગુનો બની શકે છે.
ન્યાયાધીશ આલોક માથુર અને અમિતાભ કુમાર રાયની બેન્ચે જણાવ્યું કે કોઈપણ પ્રકારની વસૂલાત, ટેક્સ કે શુલ્ક માત્ર કાયદાકીય જોગવાઈઓ હેઠળ જ લઈ શકાય છે. 'બધાઈ' કે 'જજમાની' ના નામે નાણાં ઉઘરાવવાનો કોઈ કાનૂની કે વૈધાનિક અધિકાર નથી, તેથી આવી પ્રથાને મૂળભૂત અધિકાર તરીકે સુરક્ષિત કરી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાકીય આધાર વિના કોઈપણ વ્યક્તિને અન્ય પાસેથી ધન વસૂલવાનો અધિકાર આપી શકાય નહીં
આ કેસ ગોંડાના રહેવાસી રેખા દેવી નામની ટ્રાન્સજેન્ડર મહિલા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં વિનંતી કરી હતી કે કરનૈલગંજ વિસ્તારમાં તેમને 'નેગ' ઉઘરાવવા માટે ચોક્કસ વિસ્તાર ફાળવવામાં આવે. તેમણે દલીલ કરી હતી કે અન્ય જૂથોના હસ્તક્ષેપને કારણે વારંવાર હિસક વિવાદો સર્જાય છે, તેથી વિસ્તારનું સીમાંકન કરવું જરૂરી છે.
અરજદારના વકીલ સંગીતા વર્માએ આ પ્રથાને પરંપરાગત અધિકાર ગણાવી હતી. જોકે, બેન્ચે આ દલીલ ફગાવતા કહ્યું કે 'ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ અધિનિયમ, ૨૦૧૯' માં આવી કોઈ માંગણીને કાયદેસર બનાવતી જોગવાઈ નથી. કોર્ટે ઉમેર્યું કે જો આવી પરંપરાઓને માન્યતા આપવામાં આવે, તો તે ગેરકાયદેસર ગેરવસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
