<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બીજા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યાં

રોડ, રેલ અને દરિયાઈ પરિવહન સાથે વેરહાઉસિંગ ક્ષેત્રે વિસ્તરણ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી લોજિસ્ટિક્સ સેવાઓ વધુ મજબૂત બનાવાશે: વિનીત અગ્રવાલ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : દેશની અગ્રણી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રદાતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ)એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ છ માસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. આ પરિણામો ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલા સમયગાળાને આવરી લે છે.

 

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં વપરાશ અને વેપારનો પ્રવાહ સતત વિસ્તરી રહ્યો છે. આવા સંજોગોમાં રોડ, રેલ, દરિયાકાંઠા પરિવહન, વેરહાઉસિંગ અને ટેક્નોલોજી આધારિત કંપનીનું સંકલિત લોજિસ્ટિક્સ મોડલ પોતાની તાકાત પુરવાર કરી રહ્યું છે.

 

તેમણે જણાવ્યું હતું કે કંપનીનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો, ગ્રાહકો સાથેના મજબૂત સંબંધો અને ટેક્નોલોજી આધારિત વિશ્વસનીય સપ્લાય ચેઇન સેવાઓ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બની રહી છે.

 

થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ક્ષેત્રે સારી ગતિ જોવા મળી રહી છે. રોડ, રેલ અને દરિયાકાંઠાના પરિવહનના સંકલનથી લાંબા અંતરની માલવાહતુક વધુ કાર્યક્ષમ અને ઓછા ઉત્સર્જનવાળી બની રહી છે.

 

કંપની વેરહાઉસ અને લોજિસ્ટિક્સ હબનું નેટવર્ક પણ વિસ્તારી રહી છે. તેના કારણે ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ અને ઓમ્નિ-ચેનલ રિટેલ જેવાં ઝડપથી વિકસતાં ક્ષેત્રોમાં કંપનીની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.

 

વિનીત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ટેક્નોલોજી કંપનીની વૃદ્ધિના કેન્દ્રસ્થાને છે. યુલિપ આધારિત ડિજિટલ એકીકરણ દ્વારા ગ્રાહકોને માલવાહતુકની રિયલ ટાઇમ માહિતી અને ડેટા આધારિત સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે.

 

આ ઉપરાંત સેવાની ગુણવત્તા, સંપત્તિની ઉત્પાદકતા અને ખર્ચ કાર્યક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આગાહી, પરિવહન માર્ગોનું ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશનનો ઉપયોગ પણ વધારવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

(9:54 AM IST)