News of Monday, 25th May 2026
પ્રેમમાં ફસાવી હોટલમાં લઈ ગયોઃ માંગમાં સિંદૂર ભરી પતિ-પત્ની બન્યા, પછી યુવકે ઓકાત બતાવી
યુવતીને નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કર્યું: આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી તેને લાંબા સમય સુધી બ્લેકમેલ કરીઃ આખરે તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધી

ગ્વાલિયર તા.૨૫: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી સંબંધોને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક શખ્સ ૨૦ વર્ષીય કોલેજ છાત્રા સાથે પ્રેમનું નાટક અને લગ્નનો વિશ્વાસ આપી પહેલા તેની માંગમાં સિદૂર ભરી દીધું, પછી તેને પતિ-પત્નીનો સંબંધ ગણાવી વિશ્વાસમાં લઈ લીધી. આરોપ છે કે બાદમાં યુવતીને નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કર્યું. એટલું જ નહીં, આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી તેને લાંબા સમય સુધી બ્લેકમેલ કરી અને આખરે તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધી. પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે અને આરોપીની તલાશીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
જાણકારી અનુસાર, ગ્વાલિયરના પડાવ વિસ્તારમાં રહેતી યુવતી એક ખાનગી કોલેજમાં ભણતી હતી. થોડા સમય પહેલા તેની મુલાકાત મુરૈના જિલ્લાના કૈલારસના રહેવાસી અભિષેક જાદૌન સાથે થઈ હતી. બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત વધી અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. આ દરમ્યાન આરોપીએ યુવતીને લગ્નનો પ્રસ્તાવ આપ્યો. યુવતીએ તેના પર વિશ્વાસ મૂકી સંબંધનો સ્વીકાર કરી લીધો. આરોપ છે કે, અભિષેકે લગ્નની લાલચ આપી યુવતીને ફરવાના બહાને વૃંદાવન લઈ ગયો. ત્યાં બંને એક હોટલમાં પાંચ દિવસ સુધી રોકાયા. આ દરમ્યાન આરોપીએ યુવતીની માંગમાં સિદૂર ભરતા ખુદને પતિ બનાવી દીધો અને જલદી સામાજિક રીતિ-રિવાજથી લગ્ન કરવાનો વાયદો પણ આપ્યો.
પીડિતાનો આરોપ છે કે વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ તેના ખાવામાં નશીલો પદાર્થ નાખી દીધો. બેભાન અવસ્થામાં તેણે યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને આ દરમ્યાન તેના વાંધાજનક ફોટો અને વીડિયો પણ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા. વૃંદાવનથી પરત આવ્યા બાદ આરોપીનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો. તે ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો.
પરિવારે આરોપી પર લગ્ન કરવાનું પ્રેશર બનાવ્યું તો તેણે ના પાડી દીધી. ત્યાર બાદ ૨૦ એપ્રિલના રોજ આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા. આ મામલાની ગંભીરતા જોતા પોલીસે આરોપી અભિષેક જાદૌન વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિગ અને આઈટી એક્ટની અલગ અલગ ધારામાં કેસ નોંધી લીધો છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
