તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
કચ્છથી બિહાર સુધીની સફર થઈ આસાન: ભુજ અને બરૌની વચ્ચે દોડશે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ', ૨૫૦૦ કિમીથી વધુ લાંબો રૂટ અને સંપૂર્ણ ટાઈમિંગ જાણો!
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર - ચાર રાજ્યોને સાંકળતી નવી ત્રિ-સાપ્તાહિક ટ્રેનને રેલવેની લીલી ઝંડી; અમદાવાદ સહિત કયા મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

ભુજ, તા.૨૫: કચ્છ અને ગુજરાતના યાત્રીઓ માટે ભારતીય રેલવે તરફથી એક અત્યંત મોટો અને ખુશીના સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના ભુજથી છેક બિહારના બરૌની સુધી ૨,૫૩૨ કિલોમીટરનું વિશાળ અંતર કાપતી નવી ત્રિ-સાપ્તાહિક 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી સુવિધાથી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર - એમ દેશના ચાર મુખ્ય રાજ્યો સીધા રેલ નેટવર્કથી જોડાઈ જશે, જેનાથી રોજીરોટી અને પ્રવાસ માટે જતાં હજારો મુસાફરોને ભારે રાહત મળશે.
ટ્રેનનો ટાઈમિંગ અને દોડવાના દિવસો
- ભુજ થી બરૌની (ટ્રેન નંબર ૧૯૪૨૭): આ ટ્રેન ભુજ સ્ટેશનથી દર સોમવાર, બુધવાર અને શનિવારે સાંજે ૫.૩૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૪.૦૫ કલાકે બિહારના બરૌની પહોંચશે.
- બરૌની થી ભુજ (ટ્રેન નંબર ૧૯૪૨૮): પરત ફરતી વખતે આ ટ્રેન બરૌનીથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે ૧૧.૫૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧.૧૫ કલાકે ભુજ આવી પહોંચશે.
અમદાવાદ સહિત કયા કયા મહત્વના સ્ટેશનો પર રોકાશે?
આ અમૃત ભારત એક્સપ્રેસ તેના લાંબા રૂટ દરમિયાન દેશના અનેક મોટા ઔદ્યોગિક અને ધાર્મિક શહેરોને સાંકળી લેશે. આ ટ્રેનના કોમર્શિયલ સ્ટોપેજમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઈઝ્ઝતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર જેવા મહત્વના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વસતા ઉત્તર ભારતના મુસાફરો માટે તહેવારો અને રજાઓ દરમિયાન આ ટ્રેન એક આશીર્વાદરૂપ સાબિત થશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
